GSTV

અાજે ફી દરખાસ્ત કરવાનો છેલ્લો દિવસ…જાણો રાજ્યની કેટલી સ્કૂલમાં ઘટશે ફી

ખાનગી શાળાઓની મનમાની મામલે રાજ્ય સરકાર ફી નિયમનનો કાયદો લાવી છે ત્યારે ફી નિયમન સમિતિ સમક્ષ ફી માટે દરખાસ્ત મુકવાનો આજે છેલ્લો દિવસ છે. રાજ્યમાં 1800 શાળાઓ એવી છે જેમણે ફી દરખાસ્ત કરી જ નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે તમામ શાળાઓને 17 જુલાઈ પરિપત્રથી દરખાસ્ત આપવાનો આદેશ કર્યો હતો અને સુપ્રીમ દ્વારા કરાયેલી બે સપ્તાહની મુદદ્ત આજે પૂર્ણ થઈ રહી છે. જોકે માત્ર 25થી 27 શાળાઓએ જ દરખાસ્ત કરી છે.

સરકાર પર સંચાલકો હાવી

અમદાવાદ ઝોનની 200 શાળાઓ એવી છે. જેઓએ ફી દરખાસત કરી નથી. જેમાંથી 167 શાળાઓને કમિટીએ ત્રીજી નોટિસ આપી છે. તેમ છતાં ફી કમિટીમાં દરખાસત કરી નથી ત્યારે આજે છેલ્લા દિવસે કેટલી શાળાઓ દરખાસ્ત મુકે છે અને જે શાળાઓ દરખાસ્ત નહી મુકે તેમની સામે સરકાર પગલા લેશે કે નહી તે જોવું રહ્યું.. હાલની સ્થિતિ દર્શાવી રહી છે કે, સરકારને સ્કૂલ સંચાલકોઅે ગણકારી નથી. તેઅો તેમની મનમાની કરી રહ્યાં છે. નવરાત્રિ વેકેશન સરકારે જાહેર કર્યું હોવા છતાં સુરત અે રાજકોટની ખાનગી શાળાઅોઅે સ્કૂલ ચાલુ રાકવાનો નિર્ણય કર્યો છે. સુપ્રિમ કોર્ટના અાદેશ બાદ સરકારે ફી નિયમન માટે દરખાસ્ત કરવાનો કરેલો અોર્ડર છતાં અાજે છેલ્લા દિવસે 1800 સ્કૂલોઅે દરખાસ્ત કરી નથી. બધા જાણે છે કે, સરકાર સ્કૂલ સંચાલકો પર રહેમ નજર ધરાવે છે.

  • ફિ નિયમન કમિટી સમક્ષ દરખાસ્ત કરવાનો અાજે છેલ્લો દિવસ
  • અમદાવાદની 200 જેટલી શાળાઅોઅે ફી દરખાસ્ત કરી નથી.
  • 167 શાળાઅોને ત્રીજી વખત નોટિસ છતાં ફી દરખાસ્ત કરી નથી.
  • રાજ્યમાં 1800 શાળાઅોઅે ફી દરખાસ્ત કરી જ નથી

Related posts

40 હજાર લોકો આવ્યા આગળ : સરકાર મંજૂરી આપે તો અમે વેક્સિનને બજારમાં એ જ ભાવે વેચી લગાવી આપવા પણ તૈયાર

Bansari

સરકારી આંકડાઓ પણ ભયંકર : અમદાવાદમાં દિવાળી બાદ 300થી વધારે કેસ, આ આંકડાઓ છે ચિંતાજનક

pratik shah

અમદાવાદમાં ફરી રહ્યાં છે કોરોના જીવતા બોમ્બ, માસ્ક વિનાના 958 લોકોના ટેસ્ટમાં આટલા આવ્યા પોઝિટીવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!