GSTV
Home » News » શિવસેનાના આકરા નિવેદન બાદ ભાજપ મહાસચિવ આવ્યા કહ્યું કોંગ્રેસ આવું કરે છે

શિવસેનાના આકરા નિવેદન બાદ ભાજપ મહાસચિવ આવ્યા કહ્યું કોંગ્રેસ આવું કરે છે

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ ભાજપના મહાસચિવ રામ માધવે ઉદ્ધવ ઠાકરેને વળતો જવાબ આપ્યો છે. રામ માધવે કહ્યું કે, ભાજપે હંમેશા રામ મંદિર માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. અમારી સરકાર હમેશા તમામ પ્રકારની કોશિશ કરી રહી છે કે, રામ મંદિર મામલે કાયદાકીય પ્રક્રિયા આગળ વધે. પરંતુ કોંગ્રેસ ન્યાયિક પ્રક્રિયાને રોકવાની કોશિશ કરી રહી છે. રામ માધવનું નિવેદન ત્યારે સામે આવ્યુ જ્યારે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

મહત્વનું છે કે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, જેવી રીતે 15 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવવાનું ડિંડક સાબિત થયું છે તેવી રીતે રામ મંદિર પણ વાયદો સાબિત થયો છે. જ્યારે પણ રામ મંદિરનો મુદો આવે છે ત્યારે કોંગ્રેસ વચ્ચે આવે છે. સરકાર અયોધ્યામાં રામ મંદિર બનાવવા ઈચ્છતી નથી. દેશની જનતાએ કોંગ્રેસને સજા આપીને તમને સત્તા આપી છે. પરંતુ હજી સુધી અયોધ્યામાં રામ મંદિર બન્યુ નથી. અયોધ્યાનો મુદો બનાવી સરકાર મતબેંકની રાજનીતિ કરી રહી છે. આ ઉપરાત ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં સવર્ણોને અનામત અને ખેડૂતોનો મુદો પણ ઉઠાવ્યો હતો.

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!