GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ગુજરાતમાં મોડો વરસાદ વરસશે, અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી

મહારાષ્ટ્રમાં ચોમાસાની શરુઆત થઈ ગયા પછી હવે ગુજરાતમાં પણ તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સેટેલાઈટ ઈમેજમાં ગુજરાતના ઉત્તર વિસ્તારમાં વાદળો જણાઈ રહ્યા છે. IMDના અનુમાન અનુસાર, આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજ્યમાં હજુ પણ કાળઝાળ ગરમી પડી રહી છે અને ગુજરાતીઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાતીઓ માટે માઠા સમાચાર છે.. ગુજરાતમાં આ વખતે મોડે વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડશે, પરંતુ અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની શક્યતા નથી. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ હાલ વરસાદની કોઈ સંભાવના નથી. અાજે અંબાજી સહિતના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે. સાબરકાંઠામાં પણ વરસાદના સમાચાર છે.

IMDની વેબસાઈટ અનુસાર, કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા-નગર હવેલી સહિત ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ૧૧ જૂનથી ૧૩ જૂન દરમિયાન વરસાદ પડી શકે છે. જો કે, કચ્છમાં શુષ્ક વાતાવરણ જળવાઈ રહેશે. સામાન્ય રીતે ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી ચોમાસું શરૂ થતુ હોય છે. ઉલ્લેખનીય છે કે, રાજયભરમાં હજી પણ અસહ્ય ગરમી પડી રહી છે. મધ્‍ય ભાગમાં એન્‍ટી સાયકલોન સર્જાતા પ્રિમોન્‍સૂન એકટીવીટીમાં વિલંબ થયો છે. સૌરાષ્‍ટ્રમાં ઝાપટા હળવો વરસાદ પડશે. પ્રશાંત મહાસાગરના કન્‍વર્ઝન અગાઉ ફેવરેબલ હતા પણ છેલ્લા ચાર – પાંચ દિવસથી અનફેવરેબલ થઈ ગયા છે. સારા વરસાદ માટે હજુ એકાદ સપ્‍તાહ રાહ જોવી પડશે.

Related posts

જન્માષ્ટમીનો તહેવાર કોરોનાના કારણે પડ્યો ફિક્કો, ક્યાંક ક્યાંક તો ફક્ત દર્શન કરવાની જ મંજૂરી

Pravin Makwana

21મી સદીનો શાહજહાં બન્યો આ વ્યક્તિ, પત્નીની યાદમાં કર્યુ આ કામ

Ankita Trada

ચાઈનીઝ નેવીની સાથે દેખાઈ પરમાણું હુમલો કરતી પાકિસ્તાની સબમરિન, ભારતને ઘેરવાનો પ્રયાસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!