GSTV
Home » News » Whatsappમાં સ્પાઈવેરની ઘટના બાદ યુઝર્સો હવે અન્ય એપ તરફ વળ્યા, વધી રહ્યો છે વપરાશ

Whatsappમાં સ્પાઈવેરની ઘટના બાદ યુઝર્સો હવે અન્ય એપ તરફ વળ્યા, વધી રહ્યો છે વપરાશ

Whatsappમાં સ્પાઈવેરની ઘટના બાદ યુઝર્સો હવે અન્ય એપનો સહારો લઈ રહ્યા છે. ભારત સહિત દુનિયાભરમાં આશરે 1400 લોકોના વૉટ્સએપ એકાઉન્ટ હેક થયા બાદ અન્ય એપનો સહારો લઇ રહ્યાં છે. સાયબર એક્સપર્ટસે જણાવ્યા અનુસાર ટેલિગ્રામ અને સિગ્નલ એપને લોકો ડાઉનલોડ કરી રહ્યાં છે.

સિગ્નલ અને ટેલિગ્રામ વધુ સુરક્ષિત અમેરિકન એપ એનાલિટિક્સ ફર્મ એપ-એની તરફથી જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, એપ્પલ સ્ટોર પર ગત રવિવારે સોશિયલ નેટવર્કિંગ એપની ડાઉનલોડિંગ લિસ્ટમાં સિગ્નલ 39મા નંબરે પહોંચી ગઇ છે, જ્યારે ગત અઠવાડિયે આ એપ 105મા નંબરે હતી.

જે અગાઉ 255મા સ્થાને હતી. ટેલીગ્રામ એપને પણ લોકો ખૂબ જ ડાઉનલોડ કરી રહ્યાં છે. સિક્યોરિટી એક્સપર્ટ્સ અનુસાર વૉટ્સએપના મુકાબલે અમેરિકન એપ સિગ્નલ અને રશિયાની એપ ટેલિગ્રામ વધુ સુરક્ષિત છે.

ટેલિગ્રામના યુઝર્સની સંખ્યામાં 10 ટકાનો વધારો એપ ઇન્ટેલિજન્સ ફર્મ સિમિલર વેબના રિપોર્ટ અનુસાર જૂન 2017માં ટેલિગ્રામના ગ્લોબલ યુઝર્સમાં ભારતીય યુઝર્સની સંખ્યા ફક્ત 2 ટકા હતી જે સપ્ટેમ્બર 2019 સુધી 12 ટકા સુધી પહોંચી ગઇ છે.

ફક્ત સપ્ટેમ્બર મહિનામાં 91 લાખ યુઝર્સે ટેલિગ્રામને ઇન્સ્ટોલ કરી છે. ઉલ્લેખનીય છે કે 1400 પત્રકાર અને સામાજિક કાર્યકર્તાઓના વૉટ્સએપ એકાઉન્ટની જાસૂસી બાદ વૉટ્સએપ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે.

READ ALSO

Related posts

હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગશે, બનાવાયા કડક નિયમો

Nilesh Jethva

ટ્રાફિક પોલીસની દંડનીય કામગીરીનું મોબાઇલ ફોનમાં રેકોર્ડીંગ કરવું તે ગુનો નથી

Bansari

હવે તમારા દરેક શ્વાસનો રાખશે રિપોર્ટ આ સ્માર્ટ શર્ટ, આ છે તેની અનોખી ખાસિયત..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!