GSTV
Gandhinagar ગુજરાત

રાજીવ ગુપ્તાની નિવૃત્તિ પછી કેટલાક IAS અધિકારીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હવાલો જોઈએ છે

૩૧મી મેના રોજ IAS રાજીવ ગુપ્તા નિવૃત્ત થયા હતા તેમની પાસે કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હવાલો હતો જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જવાબદારી ખૂબ જ પડકારજનક માનવામાં આવે છે. આમ છતાં ઘણા આઈએએસ અધિકારીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જવાબદારી લેવામાં ખૂબ જ રસ છે જેની પાછળનું કારણ એવું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જવાબદારી નિભાવતા આઈએએસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક જવાનો ચાન્સ મળતો હોય છે.

કારણ કે કેવડિયા ખાતે વર્ષ દરમિયાન અવારનવાર મોટી ઇવેન્ટસનું આયોજન થાય છે જેમાં વડાપ્રધાન મોદી તેમજ ગૃહમંત્રી અમીત શાહ સહિતના કેન્દ્રીય નેતાઓ અને રાષ્ટ્રપતિ જેવી હસ્તીઓ આવતી હોય છે જેને કારણે જે તે અધિકારીને ક્રેડિટ મળતી હોય છે.
પોતાની ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે આ જવાબદારી ખૂબ જ મહત્વની હોવાથી હાલમાં કેટલાક આઇ.એ.એસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની જવાબદારી પોતાના મળે તે માટે દિલ્હી સુધી લોબિંગ શરૃ કરી દીધું છે

Related posts

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ

Bansari Gohel

ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari Gohel
GSTV