GSTV
Home » News » સંન્યાસ બાદ જુઓ ધોનીનો છે આ પ્લાન, બાળપણથી જ કરી લીધું હતું નક્કી

સંન્યાસ બાદ જુઓ ધોનીનો છે આ પ્લાન, બાળપણથી જ કરી લીધું હતું નક્કી

આજે ભારતીય ક્રિકેટ ટીમના સુપ્રસિદ્ધ ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના 37 વષૅ થઇ ગયા છે. ધોની વન ડે અને T-20ની કપ્તાન છોડી દીધી છે અને ક્રિકેટ છોડીને સંન્યાસ લેવાનો પ્લાન કર્યો છે. ચાલો આપણે જાણીએ કે બાળપણથી ધોનીનું સ્વપ્ન શું હતું અને ધોનીનો ભણવામાં કેવો હતો.

ધોનીએ ટીમ ઈન્ડિયાને દરેક મેચમાં જીતાડીને બુંલદી પર પહોંચાડી છે, પરંતુ શું તમે જાણો છો કે ધોની પહેલા ફૂટબોલ ખેલાડી રહી ચૂક્યો છે. સાથે સાથે તે અભ્યાસમાં પણ બીજા બાળકોની જેમ હોંશિયાર ન હતો.

ધોનીએ શ્યામલીની રાંચી જવાહર વિદ્યા મંદિરમાંથી 10 પાસ કર્યા પછી તેણે રાંચીના જ ગોસ્સાનર કોલેજમાંથી કોમોર્સની ઇન્ટર ટેસ્ટની પરીક્ષા પાસ કરી હતી, પરંતુ ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની તૈયારીમાં તેણે આગળનો અભ્યાસ કર્યો નહીં.

એકવાર તેણે સ્ટુન્ટ્સ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તે અભ્યાસમાં બરાબર ન હતો. તેને 10માં ધોરણમાં 66 અને 12માં ધોરણમાં 56 ટકા આવ્યા હતા. ધોનીએ જણાવ્યું હતું કે તેણે 11માં ધોરણમાં પહેલી વાર ક્લાસમાંથી બંક માર્યો હતો. સાથે સાથે તે બોર્ડની પરીક્ષા આપીને રાંચીથી બહાર ક્રિકેટ રમવા માટે જતો હતો.

એમએસ ધોની ટીમ ઈન્ડિયા માટે સ્ટાર છે. જેણે ભારતીય ક્રિકેટને ઘણું બધું આપ્યું છે. ધોની જેટલો સારો ખેલાડી છે એટલો જ તે સારો અને શાંત સ્વભાવનો છે. ભારતીય ક્રિકેટમાં 13 વર્ષથી લઇને અત્યાર સુધી તેનો સફર બેમિસલ રહ્યો છે.

ધોનીને ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં નવેમ્બર 2011 માં લેફ્ટનન્ટ કર્નલની રેક આપવામાં આવી હતી. ત્યાર બાદ તેણે કહ્યું હતું કે તે ભવિષ્યમાં આ જવાબદારી નિભાવ માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેના દ્વારા તેની આર્મીમાં કામ કરવાનું સ્વપ્નું પૂરુ થશે.

ધોનીએ ટીમ ઇન્ડિયાને બુલંદિ સુધી પહોંચાડી છે. પરંતુ રાંચીના આ છોકરાને ક્રીકેટર નહિં, કંઈક બીજું બનવાની ઇચ્છા હતી, ધોનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેની બાળપણથી જ ફૌજી બનવાની ઈચ્છા હતી. તે રાંચીના કેન્ટ એરિયામાં વારંવાર જતો હતો, પરંતુ કિસમતને કઇંક અલગ મંજૂર હતું, તે ફૌજી ઓફિસર નહીં પણ તે એક સુપ્રસિદ્ધ ક્રિકેટર બન્યો.

Related posts

આજે મોદી જે ખાનપુર ભાજપ કાર્યાલયમાં સભા કરવાના છે તેનો શું છે ઈતિહાસ?

Nilesh Jethva

પ્રિયંકા અને સોનીયા ગાંધી પણ ઈચ્છતા હતા કે રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામું આપે

Kaushik Bavishi

જીત બાદ PM મોદીએ પાઠવ્યુ અભિનંદન,તો પાકિસ્તાન મીડિયાને યાદ આવી વિંગ કમાન્ડરની VIDEO થયો વાયરલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!