GSTV
Home » News » રાજીનામા બાદ અલ્પેશનો વધુ એક વળાંક, કોંગ્રેસ નહિં NCP માટે કરશે પ્રચાર

રાજીનામા બાદ અલ્પેશનો વધુ એક વળાંક, કોંગ્રેસ નહિં NCP માટે કરશે પ્રચાર

છેલ્લા ઘણં સમયથી કોંગ્રેસથી નારાજ ચાલતા ઠાકોર સેનાનાં વડા અને રાધનપુરનાં ધારાસભ્ય અલપેશ ઠાકોરે કોંગ્રેસમાંથઈ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પાર્ટીમાં ઠાકોર સેનાનાં કાર્યકરોની અવગણના અને અપમાન થવાનું કારણ આગળ ધરીને અલપેશ ઠાકોર સહિત તેમનાં બે સમર્થ ધારાસભ્યોએ પણ કોંગ્રેસમાંથી રાજીનાંમું આપ્યું છે.

અલપેશ ઠાકોરનાં રાજીનામાં પાછળ અનેક પ્રકારનાં કારણો ચર્ચાઇ રહ્યા છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પક્ષ પર અલપેશ ઠાકોરે અનેક આરોપ લગાવ્યા હતાં. ટીકિટ વેંચવાનો પણ આરોપ કર્યો હતો. તેમજ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યાની વાત કરી હતી. તેઓ ધારાસભ્ય તરીકે ચાલું જ રહેશે,એટલે કે ધારાસભ્ય તરીકે રાજીનામુ નહિ આપે.

બીજી તરફ અલપેશે કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં તે કોંગ્રેસ માટે પ્રચાર નહિં કરે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અલપેશ ઠાકોર કોંગ્રેસ માટે નહિં પરંતુ NCP માટે પ્રચાર કરશે. અલપેશ ઠાકોર ઉંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનાં એનસીપીનાં ઉમેદવાર નટવરજી ઠાકોર માટે પ્રચાર કરશે. આગામી દિવસોમાં એનસીપી ઉમેદવારનાં સમર્થનમાં ઉંઝામાં સભા યોજાશે. જેમાં એનસીપીનાં પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી પણ હાજર રહેશે. તેમજ અલપેશ ઠાકોર પોતાની ઠાકોર સેનાનાં આગેવાન અને ઉંઝા બેઠકનાં એનસીપી ઉમેદવાર નટુજી ઠાકોર માટે પ્રચાર કરશે. તેનો સીધો મતલબ એ છે કે બનાસકાંઠા,મહેસાણા,સાબરકાંઠા અને પાટણ લોકસભા બેઠક અને ઉંઝા વિધાનસભા સીટ પર કોંગ્રેસનાં વોટ તોડશે. અપ્રત્યક્ષરીતે ભાજપને ફાયદો કરાવશે.

જો કે સૂત્રોએ એમ પણ માહિતી આપી છે કે, બનાસકાંઠામાં ભાજપ અને ખાસ કરીને શંકર ચૌધરીને વિધાનસભામાં મોકલવા માટે અલપેશ ઠાકોરે રાજકિય સોપારી લીધી હોય તેવી ચર્ચા ચાલે છે. અલપેશ ઠાકોરે શંકર ચૌધરી માટે અંદરખાને રસ્તો સાફ કરતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

READ ALSO 

Related posts

Exit Poll: આ રાજ્યમાં કોંગ્રેસ કે ભાજપનું ખાતું પણ નહીં ખુલે, આ પાર્ટી સૌથી આગળ

Nilesh Jethva

EXIT POLLS: પશ્વિમ બંગાળમાં બીજેપીને ફાયદો, તો મમતા બેનર્જીને 6 સીટોનો ઝાટકો

Mansi Patel

Exit Poll: જમ્મુ- કાશ્મિરમાં આ પાર્ટીનું ખાતું પણ નહીં ખુલે, આ બે પાર્ટી આગળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!