આશા પટેલના રાજીનામાં બાદ ઊંઝા તાલુકા પંચાયતમાં કકળાટ અને કકળાટ

asha patel unjha news

આશાબેન પટેલના રાજીનામાં બાદ ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. અને સત્તા અપક્ષ સભ્યના હાથમાં ગઈ છે. ઊંઝા તાલુકા પંચાયતમાં અપક્ષ પ્રમુખની બોડી બની છે. પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી. ત્યારે આજે ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી હતી. ચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષના એમ બે ઉમેદવારે પ્રમુખ બનવા ફોર્મ ભર્યા હતા.

જોકે કોંગ્રેસના સાત સભ્યોએ અપક્ષના ઉમેદવારને પ્રમુખ બનવા ટેકો આપ્યો. ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અપક્ષના વિપુલ પટેલની વરણી થઈ છે. વિપૂલ પટેલને 18માંથી 12 મત મળ્યા છે. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અપક્ષ પ્રમુખ હવે ભાજપમાં જોડાશે. કેમ કે સત્તા મળ્યા બાદ અપક્ષ પ્રમુખે આશાબેન પટેલ સાથે મુલાકાત કરી છે. આશાબેને ફૂલ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. જોકે આ પ્રસંગે નારાયણ પટેલની ગેરહાજરી સૂચક રહી હતી

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter