પોલીસની ભરતી બાદ હવે એસ.ટી ડ્રાઈવરની ભરતી વિવાદમાં, કથિત ઑડિયો ક્લિપ વાયરલ

રાજ્યમાં લોકરક્ષક દળની ભરતીનું પેપર લીક થયા બાદ રાજ્યમાં યોજાતી ભરતી પ્રક્રિયા પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે એસટી વિભાગમાં ડ્રાઇવરની ભરતીમાં પણ કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપો થતાં ચકચાર મચી ગઇ છે. એસટીમાં ડ્રાઇવરની ભરતીની પરીક્ષા આપનારા બે ઉમેદવારો વચ્ચેની ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. જો કે જીએસટીવી આ ઓડિયો ક્લીપની પુષ્ટિ કરતું નથી.

આ ક્લીપમાં નોકરીનો ઓર્ડર મેળવવા 1 લાખમાં વહીવટ કર્યો હોવાની કબૂલાત એક ઉમેદવાર કરી રહ્યો છે. તેમજ આ ભરતીમાં વધુ માર્ક મેળવનારા ઉમેદવારો નોકરીથી વંચિત રહી ગયા અને ઓછા માર્ક મેળવનારા ઉમેદવારોએ સેટિંગ કરી નોકરી મેળવી હોવાનો ઉલ્લેખ પણ થઇ રહ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter