તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકામાં ભાજપનાં 5 જેટલા કોર્પોરેટરોએ બળવો કરી રાજીનામાં આપી દેતા પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચુંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધો જંગ હતો.
આજ રોજ વ્યારા મામલતદાર કચેરીએ થયેલ મતગણતરીમાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો હતો જયારે વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો હતો.
પરિણામોથી ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જીતની ખુશી જોવા મળી હતી. જોકે આ સાથે નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.