પુલવામા હુમલા બાદ મમતા બેનર્જી સામે આવ્યા અને કર્યુ નિવેદન અને ચર્ચા શરૂ

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પુલવામા હુમલાને લઇને સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું, સરકાર પાસે 8 ફેબ્રુઆરીએ જ ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ હતા કે સામાન્ય ચૂંટણી 2019 પહેલા આ પ્રકારનો હુમલો થઇ શકે છે તો પછી કોઇ કાર્યવાહી કેમ કરવામાં આવી નહી? તેમણે કહ્યું, કેમ 78 ગાડીઓના કાફલાને જવા દેવામાં આવ્યા? મારી પાસે પણ ગૃપ્ત રિપોર્ટ છે કે મારો ફોન હંમેશા ટેપ કરવામાં આવે છે, જે તમે દરેક જાણો છો. તેમણે વધુમાં કહ્યું કે, સરકારે તે લોકોની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવી જોઇએ જેમણે આટલા મોટા આતંકી હુમલાને અંજામ આપ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter