GSTV
Home » News » HK કોલેજમાં પ્રિન્સિપલના રાજીનામા બાદ મેવાણી બોલ્યા વડગામમાં પણ રૂપાણીજીને આવવાનું છે

HK કોલેજમાં પ્રિન્સિપલના રાજીનામા બાદ મેવાણી બોલ્યા વડગામમાં પણ રૂપાણીજીને આવવાનું છે

યુવા નેતા અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજાનારા કાર્યક્રમનો વિરોધ થતા એચ.કે. આર્ટસ કોલેજના પ્રિન્સિપલ હેમંત શાહ અને વાઈસ પ્રિન્સિપલ મોહન પરમારે રાજીનામું આપ્યું છે. તેમણે જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ માટે ટ્રસ્ટ દ્વારા હોલ વાપરવાનો ઇનકાર કરવાના વિરોધમાં રાજીનામું આપ્યું છે. રાજીનામા પત્રમાં હેમંત શાહે લખ્યું કે હાલના બાહ્ય રાજકીય માહોલને જોતા ટ્રસ્ટ દ્વારા હોલ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. જે અયોગ્ય છે. જીજ્ઞેશ મેવાણી કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ધારાસભ્ય છે. તેથી હેમંત શાહે તેમને વાર્ષિકોત્સવમાં આમંત્રિત કર્યા હતા. પરંતુ તેનો વિરોધ થયો હતો.

ત્યારે આ મામલે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું કે HK કોલેજમાં આચાર્યોના રાજીનામાની ઘટનાને નિંદનીય ગણાવી છે. અને લોકશાહી પર ખતરો ચાલી રહ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

મહત્વનું છે કે વિદ્યાર્થી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે જીજ્ઞેશ મેવાણી વિવાદાસ્પદ, સમાજવાદી અને ભાગલાવાદી છે. એટલે તેમને કોલેજમાં બોલાવવામાં આવશે તો વિદ્યાર્થીઓ કાર્યક્રમનો વિરોધ કરી ધમાલ મચાવશે. જેને કારણે ભયભીત થયેલા ટ્રસ્ટીઓએ કાર્યક્રમ માટે સભાગૃહ ન આપવાનો નિર્ણય લીધો હોય તેમ હેમંત શાહનું માનવું છે. ભૂતકાળમાં આજ કોલેજમાં અનેક કાર્યક્રમોમાં ઘણા રાજકીય નેતાઓને બોલાવવામાં આવ્યા છે. તેથી જીજ્ઞેશ મેવાણીને કાર્યક્રમમાં બોલાવીને કોઈ ખોટો નિર્ણય નહોતો કર્યો. પરંતુ નિર્ણયનો વિરોધ થતા તેમના અંતર આત્માના અવાજને સાંભળી હેમંત શાહે રાજીનામું આપ્યાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે હેમંત શાહે 102 દિવસ કોલેજના આચાર્ય તરીકે ફરજ બજાવી છે.

Related posts

આ 78 સીટો બદલી શકે છે ચૂંટણી ગણિત, તેના પર હાર-જીત નક્કી કરશે પાર્ટીઓનું નસીબ

NIsha Patel

દેશમાં લોકસભાની સાથે સાથે આ ચાર રાજ્યોમાં વિધાનસભા ચુંટણીની મતગણતરી ચાલુ

Mansi Patel

શું હોય છે પોસ્ટલ બેલેટ પેપર, કેમ થાય છે સૌથી પહેલાં તેની ગણતરી?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!