GSTV

ગાંધીનગર ખાતે ઘમાસાણ : નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ બાદ વિદ્યાર્થિનીઓમાં ભારે રોષ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ બાદ આંદોલન કરી રહેલી વિદ્યાર્થિનીઓએ આ નિર્ણયને વખોડી કાઢ્યો હતો, અને તેમણે આને લોલીપોપ ગણાવ્યો હતો. તેમણે માંગણી છે કે 2018ના જીઆરને રદ્દ કરવામા આવે. આ અંગે વિદ્યાર્થિનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે આંદોલન સમેટવાની ચોખ્ખી ના પાડી દીધી છે. રાજ્ય સરકારે ભરતીની લ્હાણી કરી એવી જાહેરાત કરી કે એલઆરડીની ભરતીમાં વર્ષ 2018ના પરિપત્રને ધ્યાને નથી લેવાયો. પરંતુ સરકારની આ જાહેરાત અનામત વર્ગના ગળે ન ઉતરી અને છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી ગાંધીનગરને ગજવતી અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારની આ જાહેરાત બાદ વધુ ઉકળી ઉઠી છે અને પરિપત્ર રદ કરવાની માંગ સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. ઉગ્ર સુત્રોચ્ચાર સાથે અનામત વર્ગની મહિલાઓની એક જ માંગ હતી કે સરકાર વર્ષ 2018ના પરિપત્રને ગમે તે ભોગે રદ કરે. ત્યાર બાદ મોટી સંખ્યમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

નીતિન પટેલની જાહેરાત

ગાંધીનગરમાં એલઆરડી ભરતી વિવાદને લઇને ચાલી રહેલા આંદોલનને ઉકેલવા માટે ગુજરાત સરકારે બહુ મોટી જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન રૂપાણીના નિવાસસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી તમામ કેટેગરીમાં એલઆરડીની બેઠકો વધારવાની મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલે જણાવ્યું કે તમામ સમાજના વર્ગને ન્યાય થાય તેમજ તેમને મંજૂર હોય તેવી સમાધાન ફોર્મ્યુલા ઘડવામાં આવી.

જે અંતર્ગત હવે 62.5 ટકા મેળવેલી કોઇ પણ જ્ઞાતિની વિદ્યાર્થિનીઓની ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકારે એલઆરડી ભરતીની બેઠક વધારી કુલ 5 હજાર 227 કરી છે. જે અંતર્ગત જનરલ કેટેગરીમાં 883 ભરતી કરવામાં આવશે, જ્યારે કે બક્ષી પંચમાં કુલ 1 હજાર 834ને બદલે 3 હજાર 248 મહિલાઓની ભરતી થશે. તો એસટી કેટેગરીમાં 476ના સ્થાને કુલ 511 મહિલાઓની ભરતી થશે. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે એલઆરડીની આ ભરતી પૂરતો વર્ષ 2018નો પરિપત્ર ધ્યાનમાં નહીં લેવાય.

READ ALSO

Related posts

લોકડાઉનનો પિરીયડ વધવા મામલે સરકારે કરી મોટી જાહેરાત, જાણી લો ક્યાં સુધી દેશ રહેશે લોકડાઉન

Karan

15મી માર્ચ બાદ આ શહેરમાં પ્રવેશનારે કરવી પડશે જાણ, નહીં તો કાયદેસરની થશે કાર્યવાહી

Karan

CORONAએ જગત જમાદારને ઘૂંટણિયે પાડી દીધો : મહાસત્તા પણ હારી ગઈ, વિશ્વમાં સૌથી વધુ કોરોનાનો કહેર અમેરિકામાં

Karan
Do NOT follow this link or you will be banned from the site!