કર્ણાટકમાં પ્રસાદ ખાધા પછી 15 લોકોના મોત પર થયો ખુલાસો, પ્રેમિકાનું આવ્યું નામ

કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના સુલવાડી ગામે પ્રસાદ ખાધા બાદ 15 લોકોના મોતના મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે મંદિરના ટ્રસ્ટીને બેદખલ કરવા અને ત્યાં થતાં ચઢાવા પર પોતાનો અધિકાર સ્થાપીત કરવા માટે મઠાધીશે આ ખૌફનાક ષડયંત્ર રચ્યું હતું. પોલીસ મુજબ મઠાધીશના નિર્દેશ પર તેની પ્રેમીક, પ્રેમીકાના પતિ અને નજીકના એક મંદિરના પુજારીએ 14 ડિસેમ્બરે પ્રસાદમાં ઝેર ભેળવી દીધું હતું. આ ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે કે 100થી વધુ ભક્તોની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ પોલીસે મઠાધીશ સહિત ત્રણ અન્ય સહયોગીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ પર હત્યાનો કેસ લગાવાયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter