અજય દેવગણની આગામી ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’હવે હાલ પરિણિતી ચોપરા નીકળી ગઇ હતી. જોકે એના સ્થાને નોરા ફતેહીને ગોઠવી દેવામાં આવી છે. હવે વધુ એક કલાકારે આ ફિલ્મ છોડી દેવાની ચર્ચા છે. રાણા દગ્ગુબાટીએ આ ફિલ્મ છોડી દેવાનો નિર્ણય કર્યો છે.
આ કારણે રાણાએ ફિલ્મ છોડવાનો કર્યો નિર્ણય

રાણા દગ્ગુબાટી આ ફિલ્મમાં મદ્રાસ રેજિનન્ટના કર્નલની લેફ્ટનન્ટ કર્નલની ભૂમિકામાં જોવા મળવાનો હતો. પરંતુ હવે મળેલી બાતમી અનુસાર, રાણાએ પોતાના સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓને કારણ આ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટના અનુસાર, ફિલ્મમાં રાણાએ ઘણા હાઇ ઓકેટેન એકશન સીન્સ પરફોર્મ કરવાના હતા.નિર્માતાઓએ અને અજયે રાણાને ફિલ્મમાં રાખવા માટે સંભવિત વિકલ્પા શોધ્યા હતા, જેવા કે ડબલ બોડીનો સહારો લેવાનું તેમાં સામેલ હતું. પરંતુ વાત બની નહીં. અંતે રાણાએ ફિલ્મ સર્જકની સહમતી સાથે ફિલ્મ છોડવાનો ફેંસલો લીધો છે.
ફિલ્મ માટે તારીખો ન હોવાનું કહ્યું

જોકે એક વાત એ પણ છે કે, રાણા પાસે આ ફિલ્મ માટે તારીખો ન હોવાથી આ પગલું લીધું છે. પહેલા આ ફિલ્મનું શેડયુલ ઓકટોબરમાં હતું. પરંતુ સંજોગવશાત મોડું થતા હવે આવતા મહિને થવાનું છે. રાણા દગ્ગુબાટી હાલ પોતાની આગામી ફિલ્મ ‘હિરણ્યકશ્યપ’માં વ્યસ્ત હોવાથી હવે અજય દેવગણની ફિલ્મ માટે સમય આપી શકે એમ નથી.
Read Also
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ