નોટબંધી બાદ RBIનો અધિકારી પણ પહેલી નજરે ન ઓળખી શકે તેવી રીતે નકલી નોટ છાપતા

અમરેલીમાં LCBએ નકલી ચલણી નોટોના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. LCBની ટીમ ધારી ગામે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીને આધારે બે શખ્સોને ઝડપ્યા હતા. બંને શખ્સ જૂનાગઢના છે. જેમાનો એક મૂળ રાજસ્થાનનો છે. બંને પાસેથી 2 લાખ 21 હજાર 220ની નકલી નોટો ઝડપાઈ છે. ભારતીય ચલણી નોટો જેમાં ૨૦૦૦ ના દરની ૫૩, ૫૦૦ના દરની ૯૭ તેમજ ૨૦૦ના દરની ૨૧૨ નોટ, ૧૦૦ના દરની 2૪૦ અને ૫૦ના દરની ૬ નોટ અને ૧૦ના દરની ર નોટો ઝડપી પાડી હતી. સાથે જ 2 મોબાઇલ, એક કાર અને ફોરવ્હીલ સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ચલણી નોટો છાપવાનું કલર ઝેરોક્ષ પ્રિન્ટર, શાહી, નોટો છાપવા માટેના કાગળો, કાતર સહિતના સાધનો કબજે લીધા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter