GSTV
Home » News » ચૂંટણી સમિતિની બેઠક બાદ ભાજપના લોકસભાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થશે

ચૂંટણી સમિતિની બેઠક બાદ ભાજપના લોકસભાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થશે

morbi congress

ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકરના નિધનના કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક રદ્દ કરવામાં આવી હતી. ત્યારે આ બેઠક આજે સાંજે સાડા પાંચ વાગે યોજાઇ રહી છે. આ બેઠકમાં યુપીના કોર ગ્રુપના સભ્યો પાર્ટી અધ્યક્ષ અમિત શાહની સાથે ઉમેદવારોના નામ અંગે ચર્ચા હાથ ધરશે.

મનાઇ રહ્યું છે કે આ ચૂંટણી સમિતિની બેઠક બાદ ભાજપના લોકસભાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવામાં આવશે. કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ યાદીઓ જાહેર કરી દીધી છે. ત્યારે ભાજપે હજુ સુધી પોતાની એક પણ યાદી જાહેર કરી નથી.

આ પહેલા શનિવારે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક કલાકો સુધી ચાલી હતી. પરંતુ ત્યાર બાદ માત્ર આંધ્રપ્રદેશ અને અરૂણાચલ પ્રદેશના વિધાનસભા ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. પાર્ટી નેતાઓનું માનવું છે કે આજે રાત્રી સુધીમાં પક્ષની પહેલી યાદી જાહેર થઇ શકે છે જેથી પહેલા તબક્કાના ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવીને ચૂંટણી પ્રચારની તૈયારી કરી શકે.

READ ALSO

Related posts

જીતુ વાઘાણીના મતે ગુજરાતના આ સેક્ટરમાં રૂપાણી સરકારે સૌથી વધુ બજેટ ફાળવ્યું છે

Pravin Makwana

World Rich List: દેશમાં દર મહિને બન્યા ત્રણ નવા અબજોપતિ, મુકેશ અંબાણી એશિયા-ભારતમાં સૌથી અમીર

Bansari

બજેટમાં રૂપાણી સરકારે દુકાનદારોને કર્યા ખુશ : 30 લાખથી વધુ લોકોને થશે સીધો ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!