GSTV
Home » News » માલદીવ બાદ PM મોદી આજે શ્રીલંકાની મુલાકાતે, બોમ્બ બ્લાસ્ટની ઘટનાના હતભાગીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરશે

માલદીવ બાદ PM મોદી આજે શ્રીલંકાની મુલાકાતે, બોમ્બ બ્લાસ્ટની ઘટનાના હતભાગીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરશે

બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત વિદેશ યાત્રાએ ગયેલા નરેન્દ્ર મોદી આજે શ્રીલંકાની મુલાકાતે છે. તેઓ ગઈકાલે માલદીવ ગયા હતા અને માલદીવથી જ તેઓ શ્રીલંકાની મુલાકાતે પહોંચી રહ્યા છે. નરેન્દ્ર મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના સાથે મુલાકાત કરવાના છે. તો સાથે જ થોડા દિવસ અગાઉ ઈસ્ટર ડેની ઉજવણી સમયે થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટનાના સ્થળે પણ પહોંચશે અને હતભાગીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરશે. શ્રીલંકાથી ભારત ફર્યા બાદ પીએમ મોદી તિરુપતિ બાલાજી મંદિર સિશ ઝુકાવશે.

વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યાં બાદ નરેન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળમાં પહેલી વિદેશયાત્રા કરીને પરત ફકવાના છે. વડાપ્રધાન મોદી આજે માલદીવના પ્રવાસ બાદ શ્રીલંકા જશે. માદલીવમાં તેઓ માલદીવ સંસદને સંબોધિત કરી હતી. ઉપરાંત માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહ સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી.

ભારત અને માલદીવના ખૂબ જુના છે સબંધો

ભારત માલદીવની સ્વતંત્રતાને માન્યતા આપનારા પહેલા દેશોમાંથી એક હતો. ત્યારબાદ ભારત અને માલદીવના ઘનિષ્ઠ રાણનૈતિક, સૈન્ય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધ વિકસીત થયા. એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે માલદીવે ભારત પાસે સૈન્ય મદદની માગણી કરી હતી. જે બાદ ભારતીય સેનાના નરબંકાઓએ પાર પાડ્યું હતુ ઓપરેશન કેક્ટસ.

1988માં માલદીવ પર એક એવી આફત પડી કે જેની કોઇને કલ્પના પણ ન હતી. આ આફતમાંથી બચવા માટે માલદીવે ભારતીય સેનાની મદદ માંગી. જે બાદ ભારતીય સેનાએ માલદીવને એક મહાકાય મુશ્કેલીમાંથી ઉગાર્યું.

શ્રીલંકા બાદ તિરૂપતી બાલાજી મંદિરના કરશે દર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંધ્ર પ્રદેશની મુલાકાતે જવાના છે. જ્યાં તેઓ તિરૂપતી બાલાજી મંદિરમાં ભગવાન બાલાજીના દર્શન કરશે. આંધ્ર પ્રદેશમાં નવી સરકાર બાદ પીએમ મોદીનું સ્વાગત સીએમ જગનમોહન રેડ્ડી કરશે. ત્યારે પીએમ મોદીની આંધ્ર પ્રદેશની મુલાકાત દરમ્યાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

આંધ્ર પ્રદેશમાં ટીડીપીની મોટી હાર થયા બાદ YSR કોંગ્રેસની સત્તા છે. જેનું નેતૃત્વ જગનમોહન રેડ્ડી કરી રહ્યા છે. તેમણે 30મી મેના રોજ રાજ્યના સીએમ પદે શપથ ગ્રહણ કર્યા હતા. જે બાદ પીએમ મોદી પહેલીવાર આંધ્ર પ્રદેશની મુલાકાતે જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી આંધ્ર પ્રદેશ માટે મહત્વની જાહેરાત પણ કરી શકે છે.

Read Also

Related posts

એમેઝોન જંગલને નુકસાન થતા કુદરતી ચક્ર ખોરવાયું, તીરકામઠા સંઘર્ષ કરવાની આદિવાસીઓની ચિમકી

Riyaz Parmar

હોંગકોંગમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ, વિરોધીઓ પર પોલીસે પાણીનો મારો ચલાવ્યો

Mansi Patel

કલમ 370 હટાવાયા બાદ જમ્મુ-કાશ્મીરનો ઝંડો ઇતિહાસ બની ગયો, હવે લહેરાશે માત્ર ત્રિરંગો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!