GSTV
Home » News » સાબરકાંઠા જીલ્લામાં મગફળી અને કપાસમાં નુકશાની બાદ હવે ખેડૂતોએ ઘઉની ખેતી શ્રીગણેશ કર્યા

સાબરકાંઠા જીલ્લામાં મગફળી અને કપાસમાં નુકશાની બાદ હવે ખેડૂતોએ ઘઉની ખેતી શ્રીગણેશ કર્યા

સાબરકાંઠા જીલ્લામાં મગફળી અને કપાસમાં નુકશાની બાદ હવે ખેડૂતોએ ઘઉની ખેતી શ્રીગણેશ કર્યા છે.ખેડૂતોએ ઘઉ, બટાકા, રાયડા સહિતની ખેતીની શરૂઆત કરી છે. પરંતુ ખાતર બિયારણના ભાવ આસમાને પહોચી જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

સાબરકાંઠા જીલ્લાના ખેડૂતોએ ઘઉ..બટાકા સહિતની પાકોની ખેતી શરૂ કરી છે..ધનપુરાના ખેડૂતોએ પોતાના ખેતરરમાં ઘઉની ખેતીના શ્રીગણેશ કર્યા છે. ખેડૂતોએ બટાકા ઈસબગુલ, વરિયાળી, ડુંગરી અને શાકભાજીનુ વાવેતર શરૂ કર્યુ છે. કમોસમી વરસાદથી મગફળી અને કપાસમાં ખેડૂતોને નુકશાન થયુ હતુ. જે ઉપજના પૈસા હજુ ખેડૂતોને મળ્યા નથી. ત્યારે રવિ સીઝનના ઘઉ બટાકા સહિતના મોંઘા બિયારણ, દવાઓ માટે મસ મોટો ખર્ચો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી ખેતી કરવી મુશ્કેલ બની છે.

આ વર્ષે વધુ વરસાદ પડવાથી ખેડૂતોએ અત્યાર સુધી 16 હજાર 365 હેક્ટરમાં ઘઉ સહિતના તમામ પાકોનુ વાવેતર કર્યુ છે. ગત વર્ષ કરતા આ વર્ષે 10 ટકા વધુ વાવેતર થવાની શક્યતા ખેતીવાડી અધિકારી કહી રહ્યા છે. હાલમાં ખાતર અને બિયારણના ભાવ વધી રહ્યા છે. ત્યારે ખેડૂતોને સરકરા ઘઉના યોગ્ય ભાવ આપે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે.

READ ALSO

Related posts

ગૌતમ ગંભીરે ભાજપના જ નેતા કપિલ મિશ્રા પર કાર્યવાહી કરવાની માંગણી કરી

Arohi

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભોજનમાં પીરસાશે સ્વાદિષ્ટ ‘દાળ રાયસીના’, રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે ભવ્ય ભોજન સમારોહ

pratik shah

દિલ્હીમાં સોમવારે ભડકેલી હિંસા પૂર્વયોજીત કાવતરું? આ ત્રણ સંસ્થાઓ પર શંકા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!