GSTV

લોકસભા બાદ ભાજપામાં જૂથવાદ વકર્યો : બે નેતાઓ વચ્ચે છૂટાહાથની મારામારી

Last Updated on June 1, 2019 by Arohi

લોકસભા ચુંટણીની પ્રક્રીયા પુર્ણ થયા બાદ ભાજપાનો જુથવાદ સામે આવ્યો છે. વંથલીમા ખરીદ વેચાણ સંઘની બેઠકમાં યોજાઈ હતી. જેમાં ભાજપના આગેવાન કીરીટ ભીમાણી અને જીલ્લા ભાજપના સહકારી સેલનાં કન્વીનર દિનેશ ખટારીયા વચ્ચે મંડળીના સભ્યપદ મામલે બોલાચાલી થઇ હતી.

મામલો  ઉગ્ર બનતા દિનેશ ખટારીયાએ પ્રમુખ કિરીટ ભીમાણીને છુટા હાથે માર માર્યો હતો. કિરીટ ભીમાણીએ દિનેશ ખટારીયા,રમેશ ખટારીયા અને અરજણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચી ગયો છે. કિરીટ ભીમાણીએ વંથલી તાલુકામાં 21 બોગસ મંડળીઓ ઊભી કરી સહકારી ક્ષેત્રમાં ધાક જમાવાનો પ્રયત્ન કરવાનો ખટારીયા બંધુ ઉપર આક્ષેપ કર્યો.તો આ મામલે દિનેશ ખટારીયા જણાવ્યું હતું કે આવો કોઈ બનાવ બન્યો જ નથી.

પોલીસ ફરિયાદ થઇ હોય તેવું તેને ધ્યાનમાં નથી. બીજી બાજુ ખેડૂતોએ અકળાઇને કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને મંડળીના સભ્યપદ અંગે રજૂઆત કરી હતી. ભાજપના જૂથવાદ વચ્ચે સત્ય કેટલે અંશે બહાર આવશે અને ખેડૂતોની મંડળી કાયદેસર હશે તો સભ્યપદ ક્યારે મળશે તે સવાલ છે.

Read Also

Related posts

ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આંદોલન, વિવિધ માંગણીઓને લઈ રાજકોટમાં મેડિકલ કોલેજ અને અન્ય સરકારી તબીબોનો ઉગ્ર વિરોધ

Dhruv Brahmbhatt

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, પૂર્વ શિક્ષણમંત્રીના પુત્રને સેનેટ સભ્ય બનાવવા ભલામણ કરાતા મામલો વકર્યો

Dhruv Brahmbhatt

મહત્વનો આદેશ / ડાકોર નગરપાલિકા આવી વિવાદમાં, ચાર સભ્યોને પ્રાદેશિક કમિશનરે કર્યા સસ્પેન્ડ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!