GSTV
Home » News » લોકસભા પહેલાં ગુજરાતમાં યોજાશે પેટાચૂંટણી, આ ધારાસભ્યો આપશે રાજીનામા

લોકસભા પહેલાં ગુજરાતમાં યોજાશે પેટાચૂંટણી, આ ધારાસભ્યો આપશે રાજીનામા

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ-કોંગ્રેસે પણ મૂરતિયાઓની શોધખોળ આદરી છે. કોંગ્રેસમાં દસેક ધારાસભ્યોએ સાંસદ બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.  આ તરફ,ભાજપમાં કેટલાંક ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડવાના મૂડમાં છે. જો આ ધારાસભ્યો સાંસદ બનવાની રાજકીય ઇચ્છા સાથે રાજીનામા ધરે તો, લોકસભાની ચૂંટણીઓ બાદ ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી પાંચથી વધુ બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ શકે તેવી સંભાવના છે.

સાંસદ બનવા માટે કોંગ્રેસમાં લાઇનો લાગી

ગુજરાત કોંગ્રેસમાં વર્તમાન ધારાસભ્ય જેવા કે, સુરેન્દ્રનગરની બેઠક પરથી ધારાસભ્ય સોમા ગાંડાભાઇ પટેલ ,બનાસકાંઠાની બઠક પર ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, પાટણની બેઠક પર અલ્પેશ ઠાકોર, વલસાડની આનંદ ચૌધરી, અમરેલીની બેઠક પર ધારાસભ્ય વિરજી ઠુમર, જામનગરમાં ધારાસભ્ય વિક્રમ માડમ ચૂંટણી લડવા માંગે છે. ભાજપમાંથી ઘણાં ધારાસભ્યો સાંસદ બનવા ઇચ્છુક છે પણ પક્ષની શિસ્તતાને લીધે બધુ ય છાપુછાનુ ચાલી રહ્યુ છે.

ગુજરાતમાં ઓછામાં ઓછી પાંચેક બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ શકે તેમ છે

જાહેરમાં ભલે ન બોલે પણ અંદરખાને ભાજપના નેતાઓએ ય ટિકીટ માટે લોબિંગ શરુ કર્યું છે. આ જોતાં ધારાસભ્યો સાંસદ બનવા મેદાને પડયાં છે. શંકર ચૌધરી પણ લોકસભાની ચૂંટણી લડવા ઇચ્છુક છે. હવે જો ભાજપ-કોંગ્રેસ ધારાસભ્યોને ટીકીટ આપે તો લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં ઓછામાં ઓછી પાંચેક બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ શકે તેમ છે. જો ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે તો, કરોડો રૂપિયાનો ધૂમાડો થશે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય શૈલેષ પરમારને દિલ્હીનું તેડુ

લોકસભાની ચૂંટણી નજીકમાં છે તેવામાં ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચમરસીમાએ પહોંચ્યો છે. પરિણામાં કોંગ્રેસમાં ખાનગી બેઠકોનો દોર હજુ પણ યથાવત્ છે ત્યારે આ વચ્ચે વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય શૈલેષ પરમારને દિલ્હીનું તેડુ આવ્યું હતું. બંને નેતાઓએ બુધવારે રાત્રે દિલ્હીમાં રાહુલ ગાંધી અને અહેમદ પટેલ સાથે બેઠક કરી હતી. સૂત્રોના મતે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપનાં જોડાઈ રહ્યા છે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. તો બીજી બાજુ અર્જૂન મોઢવાડિયા સહિતના સિનિયર નેતાઓએ પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. આ જોતાં હાઈકમાન્ડે સિનિયર નેતાઓને ખખડાવીને ચૂંટણી કામે લાગી જવા સૂચના આપી છે. તો આ તરફ અલ્પેશ ઠાકોરને વિધાનસભાના ઉપનેતા બનાવવા હાઈકમાન્ડે મન બનાવ્યું છે. ત્યારે શૈલેષ પરમારને અન્ય હોદ્દો આપી મામલો થાળે પાડવા રણનીતિ ઘડાઈ છે.

Related posts

નફ્ફટ પાકને વધુ એક લપડાક, ઇન્ટરનેશનલ કોર્ટમાં કેસ હાર્યા બાદ ચુકવવા પડશે આટલા હજાર કરોડનો દંડ

Bansari

ભાવનગર મનપાની ટીમે મંદિર તોડી પાડતા સ્થાનિકો લોકોએ મચાવ્યો હોબાળો

Nilesh Jethva

દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલ પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીનાં પ્રહારો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!