GSTV

વકીલોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચિદમ્બરમને પુછ્યું, તમારે કાંઇ કહેવું છે? આપ્યો આ જવાબ

પી.ચિદમ્બરમને જામીન અપાવવા માટે કોંગ્રેસના મોટા ગજાના નેતા અને વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ દોડધામ કરી હતી. કોર્ટ સમક્ષ અનેક દલીલો કરી. પરંતુ તેઓ સફળ રહ્યા નહીં.

જ્યારે EDએ બોલાવ્યા ત્યારે ચિદમ્બરમ હાજર રહ્યા

આઈએનએક્સ મીડિયા ગોટાળાના આરોપી પી.ચિદમ્બરમને બચાવવા કોંગ્રેસ સહિત તેમના વકીલોની ટીમે અનેક પ્રયાસો કર્યા. સીબીઆઈની કોર્ટમાં કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ ચિદમ્બરમ વતી પોતાનો પક્ષ રજૂ કર્યો. કપિલ સિબ્બલે દલીલ કરી કે સીબીઆઈ, ઈડીએ જ્યારે પણ બોલાવ્યા ત્યારે ચિદમ્બરમ હાજર થયા છે. ચિદમ્બરમ ક્યાંય ભાગી રહ્યા નથી. પૂછપરછ માટે સીબીઆઈ પાસે સવાલ તૈયાર ન હતા. સીબીઆઈએ માત્ર 12 જ સવાલ પૂછ્યા. 12થી 6 સવાલના જવાબ પહેલા જ આપી દીધા હતા. તપાસ લગભગ પૂરી થઈ ચૂકી છે, 10 વર્ષ પછી એફઆઈઆર થઈ છે. 2017થી તપાસ ચાલી રહી છે અને સીબીઆઈ પાસે કોઈ સવાલ નથી. પી.ચિદમ્બરમને આરોપો સાથે કોઈ લેવાદેવા નથી.

INX કેસમાં કોઇ પુરાવા નથી: અભિષેક મનુ સિંઘવી

કપિલ સિબ્બલની દલીલ પૂરી થયા બાદ પી.ચિદમ્બરમના બીજા વકીલ અભિષેક મનુ સિંઘવીએ પોતાનો પક્ષ રજૂ કર્યો. સિંઘવીએ કહ્યું કે જૂન 2018માં સીબીઆઈએ પી.ચિદમ્બરમની પૂછપરછ કરી હતી. અને 11 મહિના સુધી તેમને પૂછપરછ માટે બોલાવ્યા ન હતા. પાછલી વખતની પૂછપરછમાં ચિદમ્બરમે સહયોગ આપ્યો હતો. એફઆઈપીબીના 6 આરોપીઓની હજુ સુધી ધરપકડ થઈ નથી. 6 લોકોએ મળીને નિર્ણય લીધો હતો. તે નિર્ણય કરનારા 6 લોકોની ધરપકડ થઈ નથી. પી.ચિદમ્બરમે માત્ર મંજૂરી આપી હતી. આ પૂરો મામલો એક ડાયરી અને ઈન્દ્રાણીના નિવેદન પર છે. આઈએનએક્સ કેસમાં કોઈ પૂરાવા નથી. પૂરા કેસમાં સીબીઆઈની તપાસનું વલણ ખોટું છે.

આરોપી બોલી ન શકે?

બંને પક્ષે દલીલો પૂર્ણ થયા બાદ જજે પી.ચિદમ્બરમને પૂછ્યું કે શું તમારી પાસે બોલવા કંઈ છે. ત્યારે અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ચિદમ્બરમને બોલવાની પરવાનગી મળવી જોઈએ. જોકે સોલિસિટર જનરલે તુષાર મહેતાએ સિંઘવીની માગનો વિરોધ કર્યો અને કહ્યું કે આરોપીને બોલવાની પરવાનગી ન આપવી જોઈએ.. જોકે બાદમાં કોર્ટે ચિદમ્બરમને બોલવાની મંજૂરી આપી.

દોઢ કલાક સુધી ચાલી દલીલો

ચિદમ્બરમે પોતાના પર લાગેલા આરોપોનો ઈન્કાર કર્યો. તેમણે કહ્યું કે મેં દરેક સવાલના જવાબ આપ્યા છે. 6 જૂનની ટ્રાન્સસ્ક્રિપ્ટમાં તમામ સવાલોના  જવાબો છે. પૈસા અંગે મારી સાથે કોઈ સવાલ કરાયો નથી. વિદેશમાં મારું કોઈ ખાતું નથી. પુત્ર કાર્તિનું વિદેશની બેંકમાં ખાતું છે. બંને પક્ષે લગભગ દોઢ કલાક સુધી દલીલો ચાલી હતી. અને દલીલોના અંતે જજે પોતાનો ફેંસલો સંભળાવીને ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈની કસ્ટડીમાં મોકલ્યા.

READ ALSO

Related posts

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi

‘Corona બિમારી નહીં અલ્લાહનો શ્રાપ છે’ આમ કહીં વ્યક્તિએ ચલણી નોટો પર થુકીને નાક લુછ્યુ

Arohi

અમદાવાદની આ સોસાયટીના સભ્યો ઘરની બહાર ન નીકળે એટલે દરવાજે પતરા લગાવી પ્રવેશ કરાયો બંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!