કમલનાથ સરકારની ધમકી સામે ભાજપના ધારાસભ્યોએ દેખાડી દબંગાઈ, સરકારને આપી ચેલેન્જ

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર આવ્યા બાદ શરૂ થયેલા વંદે માતરમ ગીતના વિવાદે નવો વળાંક લીધો છે. આજે શિવરાજ સિંહે પોતાના પાર્ટીના ધારાસભ્યો સાથે સચિવાલય સામે જ વંદે મારતમ ગીત ગાયુ હતુ. આ સમયે મધ્ય પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાકેશ સિંહ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા.

ગત પહેલી જાન્યુઆરીએ સરકારી કચેરીઓમાં વંદે માતરમ નહી ગાવામાં આવે તેવા કમલનાથ સરકારના આદેશ બાદ ભાજપ ભડકી ગયુ હતુ. કારણે કે, શિવરાજ સિંહના શાસન સમયે દર મહિનાની પહેલી તારીખે સરકારી કચેરીઓમાં વંદેમાતરમ ગીત ગાવામાં આવતુ હતુ.

કમલનાથ સરકારના નિર્ણય બાદ શિવરાજસિંહ ચૌહાણે એલાન કર્યુ હતુ કે જો કોંગ્રસને રાષ્ટ્ર ગીતના શબ્દ આવડતા નથી કે તેને ગાવામાં શરમ આવે છે તો મને કહી દે. હું આ ગીત ગાઈશ. શિવરાજના એલાન બાદ કોંગ્રેસ હાંસિયામાં આવી ગઈ હતી. અને કમલનાથે જાહેર કર્યુ હતુ કે, ભોપાલમાં આકર્ષક સ્વરૂપે પોલીસ બેન્ડ અને સામાન્ય નાગરિકોને સાથે રાખીને વંદેમાતરમ ગીત ગાવામાં આવશે. જોકે આજે મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્યોએ સચિવાલય સામે ગીત ગાયુ હતુ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter