કાશ્મીરમાં AIMSના ઉદ્ધાટન બાદ મોદીજી બોલ્યા મારે તમને મહત્વની એક વાત કરવી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના સાંબામાં એઈમ્સનો શિલાન્યાસ કર્યો. કાર્યક્રમમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, એઈમ્સના શિલાન્યાસથી જમ્મુ કાશ્મીરમાં સુવિધાનો વધારો થવાનો છે. પહેલાની સરકારે કેટલીક જરૂરિયાતોની અવગણના કરી જમ્મુ કાશ્મીરના લોકો સાથે અન્યાય કર્યો હતો.

કોંગ્રેસ સરકારે પહેલી કરી હોત તો આજે કરતાપુર ભારતમાં હોત. ભાજપ સરકાર જમ્મુ કાશ્મીરના યુવકોને સમાન અવસર આપવા હંમેશા કટીબદ્ધ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, નાણા પ્રધાન જ્યારે બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે વિપક્ષી પાર્ટીઓના ચહેરો જોવા લાયક હતો. આ ઉપરાંત કેન્દ્રની ભાજપ સરકારે વન રેંક વન પેન્શન માટે 35 હજાર કરોડની ફાળવણી કરી છે.

પીએમ મોદીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે હમેશા કાશ્મીરી પંડિતોના અધિકારોનું સન્માન કર્યુ. તેમની પીડા દેશની જનતા ક્યારેય ભૂલી શકે તમે નથી. કાશ્મીરી પંડિતો સાથે અન્યાય કરનારને દેશની જનતા માફ નહી કરે.

જ્યારે કેન્દ્ર સરકારે જનધન એકાઉન્ટ ખાતા ખોલાવ્યા ત્યારે અમારી મજાક ઉડાવવામાં આવતી હતી. આજે આ ખાતાનો ઉપયોગ ખેડૂતો માટે થવાનો છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા જમા કરાવશે. યુપીએ સરકારે 6 લાખ કરોડનું દેવું માફ કરવાનો વાયદો કર્યો હતો. જેમાથી 52 હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કરવામાં આવ્યું. આ કેવા પ્રકારનો પંજો હતો. જે હંમેશા દેશના ખજાનાને ખાલી કરતો ગયો. એમપીમાં ખેડૂતોનું દેવું માફ કરવાના નામે ખેડૂતો સાથે કોંગ્રેસે દગો કર્યો. જે ખેડૂતો પર દેવું છે તેમનું માત્ર 13 રૂપિયાનું દેવું માફ કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter