GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં કાળઝાળ ગરમી પછી અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

રાજ્યમાં કાળઝાળ ગરમી પછી અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં બનાસકાંઠાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.બનાસકાંઠા અમીરગઢ,ઇકબાલ ગઢમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો.તો પાલનપુર પંથકમા પણ ભારે પવન ફૂંકાયો હતો.આકરી ગરમી બાદ વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી.

દિયોદરમાં ધોધમાર વરસાદ થતા કાપણી કરેલા બાજરીના પાકોને નુકસાનની ભીતિ ખેડૂતોએ સેવી હતી. નસવાડી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.ધોધમાર વરસાદ થતાં વીજળી ગુલ થઇ હતી.આખો દિવસ અસહ્ય ગરમી બાદ અચાનક વાવાઝોડા સાથે વરસાદ થતા વાતાવરણમાં પલટો આવ્યો હતો.નસવાડીમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.તો આ તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.

દિવસની ગરમી બાદ સાંજે ઝાલોદમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો..ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો.તો વાતાવરણમાં આંશિક અંધારપટ છવાઇ જતા વાહન ચાલકોને લાઇટો ચાલુ કરવાની ફરજ પડી હતી..ભારે વરસાદને કારણે ઝાલોદના બજારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આનંદો/ 50 ટકા કેપેસિટી સાથે શરૂ થશે થિયેટર અને મલ્ટીપ્લેક્ષ, 27 તારીખથી ગાઈડલાઈન સાથે શરૂ થશે થિયેટર

pratik shah

‘બ્રેસ્ટ સાઈઝ વધારવા માટે નથી કરાવી સર્જરી’, એક્ટ્રેસે શા માટે આપવી પડી સફાઈ ?

Damini Patel

નાપાક ડ્રેગનની ચાલ/ કપટી ચીને ભારતની સીમા તટે શરૂ કરી બુલેટ ટ્રેન, અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ભારતીય સૈનિકોની બાજ નજર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!