GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

મોદી-શાહના ઐતિહાસિક નિર્ણય બાદ કાશ્મીરી પંડિતો ખુશખુશાલ, ફટાકડા ફોડી કરી ઉજવણી

મોદી સરકારે આર્ટિકલ 370 અંગે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કરતા કાશ્મીરી પંડિતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. કાશ્મીરી પંડિતોએ દિલ્હીમાં ફડાકડા ફોડી ઉજવણી કરી. કાશ્મીરી પંડિતોનું કહેવુ છે કે, મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે કાશ્મીરી પંડિતોને રાજ્યમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને હવે ન્યાય મળવાનો છે. જમ્મુ કાશ્મીરમાં 70 વર્ષથી કાશ્મીરી પંડિતો સાથે અન્યાય કરવામાં આવતો હતો.

કયા નિર્ણય લેવાયા ?

  • જમ્મુ કાશ્મીરમાં કલમ 370માં માત્ર ખંડ 1 લાગુ રહેશે
  • નિર્ણયની રીતે જમ્મુ કાશ્મીરથી 35A હટાવી દેવામાં આવી
  • લદ્દાખને જમ્મુ કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું
  • હવે લદ્દાખ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે જ્યાં વિધાનસભા નહીં હોય
  • જમ્મુ કાશ્મીર પણ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે જો કે ત્યાં વિધાનસભા હશે.
  • જે પણ પરિવર્તન કરવામાં આવ્યું તેને રાષ્ટ્રપતિ દ્રારા મંજૂરી આપી દેવામાં આવી છે.
  • જેનો આદેશ ભારતના રાજપત્ર પર જાહેર કરવામાં આવ્યો છે

અમિત શાહે શું કહ્યું ?

સૌથી વધારે પૈસા કાશ્મીરમાં ગયા. પણ ત્રણ પરિવારોએ આજ સુધી કાશ્મીરને બંધક બનાવીને રાખ્યું છે. અમારે ન વોટ બેંક બનાવવી છે ના તો અમારી પાસે રાજનૈતિક ઈચ્છાશક્તિનો અભાવ છે. અમે એક રાષ્ટ્ર એક સંકલ્પ લઈને ચાલીએ છીએ. અને ભારત એક રહે તે જ ભાજપનું ધ્યેય છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રીય કેબિનેટ અંગે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો. તેમણે જણાવ્યુ કે, સરકાર જમ્મુ કાશ્મીર અંગે ચાર બિલ લઈને આવી છે. આર્ટિકલ 370ના તમામ ખંડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાદ લાગૂ નહી થાય. અમિત શાહના નિવેદન બાદ વિપક્ષના સાંસદોએ રાજ્યસભામાં જોરદાર હંગામો કર્યો. સરકારના સંકલ્પથી પીડીપી સાંસદોએ પોતાના કપડા ફાડી નાખ્યા. અમિત શાહે જણાવ્યુ હતુ કે, લદ્દાખના લોકોની માગ હતી કે, લદ્દાખને કેન્દ્રશાંસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે. જેથી જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાશે. અને જમ્મુ કાશ્મીરથી લદ્દાખથી અલગ કરવામાં આવ્યુ. આ સાથે લદ્દાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.

રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓએ જમ્મુ કાશ્મીર મુદ્દે સરકાર પાસે ચર્ચાની માગ કરી.. કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કહ્યુ કે, જમ્મુ કાશ્મીરની વિવિધ પાર્ટીના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. વિપક્ષના સવાલનો જવાબ આપતા અમિત શાહે કેબિનેટ બેઠક અંગે જવાબ આપ્યા…

READ ALSO

Related posts

IL&FSની ગિફ્ટ-સિટીમાં રહેલો 50% હિસ્સો ખરીદવા માટે ગુજરાત સરકાર સક્રિય, કરશે મહત્વનો નિર્ણય

pratik shah

કોરોના ટેસ્ટના નામે તંત્રનો થયો છે ટેસ્ટ, ગુજરાતની વસ્તીની તુલનામાં ખૂબ જ ઓછા પરિક્ષણ

pratik shah

ગુજરાતમાં કોરોનાને લઈને રાહતના સમાચાર, મોતનો આંક 10 દિવસ બાદ 25થી ઘટ્યો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!