મગફળી બાદ હવે ભાજપ સરકાર પર કોંગ્રેસના આક્ષેપ, રાજ્ય છે પણ રોજગારી નથી

રાજ્યમાં યુવાઓને રોજગારી આપવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ હોવાનો આરોપ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કર્યો છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપ સરકારે રાજ્યમાં શિક્ષણ મોંઘું કરતા બેરોજગારી વધી છે. જેથી ગુજરાત હવે બેરોજગરીનું મોડલ બની ગયું છે. રાજ્યમાં 12 હજાર જગ્યા માટે 37 લાખ ફોર્મ ભરાય તે બેરોજગરીની અસર છે.

ત્યારે એક વર્ષમાં બે કરોડ યુવાઓને રોજગારીનું વચન આપનારોના દાવા પોકળ સાબિત થયા છે. ત્યારે આ મામલે ભાજપના નેતા આઈકે જાડેજાએ કહ્યું હતું કે, રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાકે છે. જેથી કોંગ્રેસે રોજગારી મામલે રાજનીતિ બંધ કરવી જોઈએ.


આગામી જાન્યુઆરી મહિનામાં આયોજિત થઈ રહેલી વાઈબ્રન્ટ સમિટને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. ત્યાં બીજીતરફ, કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વાઈબ્રન્ટ સમિટના તાયફાઓ બંધ થાય તેમ કહીને સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, નરેન્દ્ર મોદીના શાસનકાળથી વાઈબ્રન્ટ સમિટ આયોજિત થાય છે.

કરોડોનો MOU થાય છે. પરંતુ ધરાતલ પર લાગુ પડતા નથી. તો બીજીતરફ ભાજપ નેતા આઈ.કે.જાડેજાએ અમિત ચાવડાના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી કહ્યું કે, કોંગ્રેસ વાઈબ્રન્ટમાં ભાગ નથી લઈ શકતી નથી. અને તેમણે કોંગ્રેસને વિકાસ વિરોધી કોંગ્રેસ પણ ગણાવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter