GSTV
Home » News » લોકસભા ચૂંટણી પરિણામ બાદ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રાજકીય હલચલ તેજ થઈ

લોકસભા ચૂંટણી પરિણામ બાદ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રાજકીય હલચલ તેજ થઈ

લોકસભા ચૂંટણી પરિણામ બાદ કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રાજકીય હલચલ યથાવત છે… કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા એસએમ કૃષ્ણા સાથે કોંગ્રેસના બે ધારાસભ્યો રમેશ જરકિહોલી અને ડોક્ટર સુધાકરે તેમના નિવાસ સ્થાને જઇને મુલાકાત કરી.. લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના નેતાઓના સંપર્કમાં હોવાનો ભાજપે દાવો કર્યો હતો..

જો કે કોંગ્રેસના ધારાસભ્યોએ આ મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત ગણાવી છે.. આ મુલાકાત દરમિયાન ભાજપના નેતા આર. અશોક પણ હાજર હતા.. રમેશ જરકિહોલીએ મુલાકાત પર કહ્યું કે આ કોઇ રાજકીય મુલાકાત નથી.. તેઓ માત્ર એસએમ કૃષ્ણાને મળીને કર્ણાટકમાં ભાજપને મળેલી મોટી જીત બદલ શુભકામના પાઠવવા આવ્યા હતા.

. ભાજપના નેતા આર.અશોકે પણ આ મુલાકાતનો કોઇ રાજકીય અર્થ નહીં હોવાની વાત કહી.. લોકસભા ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનવાળી સરકારમાં ખેંચતાણ અને નિવેદનબાજી શરૂ થઇ છે.. ત્યારે કોંગ્રેસના બંને ધારાસભ્યોની એસએમ કૃષ્ણા સાથેની મુલાકાતને સૂચક ગણવામાં આવી રહી છે..

READ ALSO

Related posts

દારૂના નશાનાં ધૂત થયેલા શિક્ષક સામે શિક્ષાણાધિકારીએ લીધો આ નિેર્ણય

Nilesh Jethva

આ મિસાઈલમેને મોત બાદ છોડી આ સંપતિ : 2500 પુસ્તક, 6 શર્ટ અને 4 પાયજામા

Bansari

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!