GSTV
Home » News » ડિવોર્સ પછી વિશ્વમાં સૌથી ધનાઢ્ય મહિલા તરીકે મેકેન્ઝીનો સિક્કો પડશે, જ્યારે જેફનું તો….

ડિવોર્સ પછી વિશ્વમાં સૌથી ધનાઢ્ય મહિલા તરીકે મેકેન્ઝીનો સિક્કો પડશે, જ્યારે જેફનું તો….

આ છે મેકેન્ઝી બેઝોસ અને એમેઝોનના માલિક જેફ બેઝોસની પત્ની. બંનેએ લગ્નના 25 વર્ષ પછી અલગ થવાની ટ્વિટર પર જાતે જ જાહેરાત કરી છે. એવું માનવામાં આવે છે કે છૂટાછેડા પછી મૅકેન્ઝીને જેટલા પૈસા મળશે તેના દ્વારા તે વિશ્વની સૌથી ધનાઢ્ય સ્ત્રી બની જશે. મેકેન્ઝી હાલમાં 48 વર્ષની છે. એવું માનવામાં આવે છે કે જેફની પત્ની મેકેંઝીએ એમેઝોનના વિશાળ અમ્પાયરની પાછળ નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. પ્રારંભિક વર્ષોમાં તે માત્ર જેફ સાથે એમેઝોનની યોજના અને માર્કેટિંગની યોજના માટે જ નહોતી પરંતુ હંમેશાં માટે તેની સાથે ઉભી રહેતી હતી.

દુનિયાના સૌથી અમીર માણસ જૈફ બેઝોસ છે. તેમની અને દુનિયાના બીજા નંબરના અમીર વ્યક્તિ બિલ ગેટ્સની સપંત્તિ વચ્ચે 44 બિલિયન ડૉલરનું અંતર છે. એટલે કે 44 બિલયન ડૉલર કોઈ વ્યક્તિ પાસે હોય તો તે દુનિયાનો 13મો સૌથી અમીર વ્યક્તિ બની શકે છે. પણ હવે જૈફની પર્સનલ લાઈફની વાત કરીએ. તેમના ડિવોર્સ થવા જઈ રહ્યા છે અને તેનું નુકશાન માર્ક ઝુકરબર્ગને થવા જઈ રહ્યું છે.

તેમની પત્ની મૈકેન્જી બેઝોસ જે એક લેખિકા પણ છે. પાછલા 25 વર્ષથી જૈફ સાથે હેપ્પી મેરિડ લાઈફ વિતાવી રહી હતી. અને હવે બંન્ને ખુશી ખુશી અલગ થવા જઈ રહ્યા છે. જે માટે બેઝોસે ટ્વીટ પણ કર્યું છે. બેઝોસ દંપતિ કહી રહ્યું છે કે અમે ઘણા ખુશ નસીબ હતા કે અમને એક બીજાનો સાથ મળ્યો. અમે બંને સારા દોસ્ત બનીને રહીશું.

માર્ક ઝકરબર્ગની સંપત્તિ 57.1 બિલિયન છે. જે સાતમાં નંબર પર છે. જે હવે આઠમાં નંબર પર આવી જશે. પણ શા માટે ? કારણ કે હવે એક નવા અરબપતિનો ઉદય થશે. 68.5 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે મૈકેન્જી બેઝોસની સંપત્તિ ઝુકરબર્ગ કરતા પણ વધારે છે. એટલે કે ફોર્બ્સની લિસ્ટમાં હવે ઝુકરબર્ગ પહેલા જૈફ બેઝોસની પત્ની મૈકેન્જી બેઝોસ સ્થાન મેળવશે.
યૂએસના વોશિંગ્ટન રાજ્યના કાનૂન પ્રમાણે તલાક બાદ પતિની સંપત્તિ પત્નીમાં અડધી વહેંચાય જાય છે. જે પતિ પત્નીએ વિવાહ નામની સંસ્થામાં રહીને કમાઈ છે. એટલે કે જૈફની સંપત્તિ જે 137 બિલિયનની છે, તે હવે 68.5 બિલિયન થઈ જશે. જેના કારણે તે પહેલાથી ચોથા નંબરે આવી જશે.

READ ALSO

Related posts

યશ ચોપરાએ ખય્યામને બદકિસ્મત હોવાનો અહેસાસ કરાવ્યો, સંગીતકારે આ રીતે આપ્યો કરારો જવાબ

Dharika Jansari

ચંદ્રયાન મિશન માટે આજે મહત્વનો દિવસ, ચંદ્રમાની કક્ષામાં કરશે પ્રવેશ

Arohi

રાજીવ ગાંધીની આજે ૭૫મી જન્મજયંતી, સોનિયા, મનમોહન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!