GSTV

મુકુલ રોયની ઘરવાપસી/ ભાજપની કારમી હાર બાદ 33 નેતાઓ છોડવા માગે છે ભાજપનો સાથ પણ હવે મમતા પાડી રહ્યાં છે ના

ભાજપ

Last Updated on June 11, 2021 by Bansari

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને એક પછી એક નેતાઓ છોડી રહ્યા છે. જોકે એક સમયે ટીએમસીમાં રહેલા અને ભાજપમાં જોડાયેલા રાજ્યના દિગ્ગજ નેતા અને ભાજપના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ મુકુલ રોય ફરી ટીએમસીમાં જોડાવા જઈ રહ્યા છે. મુકુલ રોયના નિર્ણય બાદ ભાજપની છાવણીમાં સન્નાટો છે. આમ તો ટીએમસીમાંથી ભાજપમાં જોડાયેલા એક પછી એક નેતાઓ ટીએમસીમાં જવા માટે ઈચ્છા વ્યક્ત કરી ચુકયા છે પણ મુકુલ રોય ભાજપના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ પણ છે. તેઓ પોતાના પુત્ર શુભ્રાંશુ રોય સાથે ટીએમસીમાં સામેલ થશે. આમ ચૂંટણી બાદ ચાલી રહેલી અટકળો પર હવે પૂર્ણ વિરામ મુકાયું છે.

રાજીનામું

રાજીવ બેનરજી અને અન્ય કેટલાક ધારાસભ્યો પણ ફરી ટીએમસીમાં સામેલ થવાની અટકળો પણ તેજ બની

ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા પૂર્વ મંત્રી રાજીવ બેનરજી અને અન્ય કેટલાક ધારાસભ્યો પણ ફરી ટીએમસીમાં સામેલ થવાની અટકળો પણ તેજ બની છે. મુકુલ રોય પહેલા એવા નેતા હતા જે ટીએમસી છોડીને ભાજપમાં ગયા છે. હવે તેઓ ટીએમસીમાં સામેલ થવા જઈ રહેલા ભાજપના પહેલા નેતા છે.

મુકુલ રોય તાજેતરમાં કોલકાતામાં થયેલી ભાજપની બેઠકમાં પણ નહોતા દેખાયા. એ પછી તેમની પાર્ટી છોડવાની અટકળો તેજ બની હતી. તાજેતરમાં મુકુલ રોયના પત્નીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે પણ મમતા બેનરજીના ભત્રીજા અને ટીએમસીના નેતા અભિષેક બેનરજી હોસ્પિટલ પહોંચ્યા હતા. એ પછી મુકુલ રોયની ઘરવાપસી થશે તેવી અટકળો તેજ બની છે.

ભાજપ

મુકુલ રોય સિવાય ભાજપના MLA 33 ધારાસભ્યો અને સાંસદો ફરીથી ટીએમસીમાં જોડાવા તૈયાર

મુકુલ રોય સિવાય ભાજપના MLA 33 ધારાસભ્યો અને સાંસદો છે જે ફરીથી ટીએમસીમાં જોડાવા માંગે છે. જેમાં રાજીવ બેનર્જી, સોવન ચેટર્જી, સરલા મુર્મુ, ભૂતપૂર્વ ધારાસભ્ય સોનાલી ગુહા અને ફૂટબોલરથી રાજકારણી બનેલા દિપેન્દુ બિસ્વાસ જેવા નેતાઓ શામેલ છે.

જોકે, ટીએમસીના વરિષ્ઠ નેતાઓ કહે છે કે દીદી બધાને સમાવવાના મૂડમાં નથી, કેમ કે તેનાથી પાર્ટીમાં અસંતોષ વધશે. પાર્ટીનો એક વર્ગ ઇચ્છે છે કે, ચૂંટણી પહેલા દગો કરનારાઓને ફરીથી પાર્ટીમાં શામેલ ન કરવામાં આવે.

ભાજપમાં જોડાતા પહેલા જ રાજીવ બેનર્જી મમતાના ખાસ મિત્ર પણ રહી ચૂક્યા છે અને ટીએમસીની ટિકિટ પર જીતી રહ્યા છે. પરંતુ ભાજપમાં જોડાયા બાદ તે ચૂંટણી હારી ગયા હતા. ટીએમસીનો એક વિભાગ ઇચ્છે છે કે જેઓ હાર્યા પછી પાછા આવવા માંગે છે તેમને જરાય લેવામાં ન આવે. જોકે, મમતા બેનર્જીએ આ અંગે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી.

મુકુલ રોયે ટીએમસી સાથે 2017માં છેડો ફાડ્યો એ પછી તેમણે ટીએમસીના ઘણા નેતાઓને ભાજપ જોઈન કરાવ્યું હતું. હાલમાં તેઓ નદિયા જિલ્લાના ધારાસભ્ય છે. 2021માં વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ વધારે સક્રિય નહોતા જોવા મળ્યા. તેમણે ઝાઝો પ્રચાર પણ નહોતો કર્યો.

Read Also

Related posts

ભારતના સાવજો તૈયાર: 7 મહિનામાં ચાર ટીમો સામે રમશે ટીમ ઇન્ડિયા, જાણો સમગ્ર મેચોનો શિડ્યુલ માત્ર એક ક્લિકે

Harshad Patel

શક્તિપીઠ બહુચરાજીમાં ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ, ગુજરાત ભરમાંથી ભક્તોએ દર્શનનો લીધો લાભ

pratik shah

દેશમાં પ્રથમ ઇલેક્ટ્રિક હાઈવે બનાવવાની તૈયારી શરૂ: સરકાર કરી રહી છે વાતચીત, જાણો કેવી રીતે કરશે કામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!