GSTV

અલ્પેશ હવે સમજ્યો હશે કે ભાજપમાં જોડાયો ત્યારે તેને મંત્રી પદનો ગોળ કેમ કોણીએ ચોટાડવામાં આવ્યો

રાધનપુર બાયડ બેઠકની હારનું ઠીકરું ભાજપ હવે અલ્પેશ પર ફોડવાની તૈયારીમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તો પરિણામ બાદ હવે એ વાત પણ સામે આવી રહી છે કે કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાની માફક અલ્પેશને પહેલા કેમ મંત્રી બનાવવામાં ન આવ્યો. અલ્પેશ ઠાકોર અને ધવાલસિંહ ઝાલાની કારમી હાર થઈ છે તેની જવાબદારીનું ઠીકરું હવે ભાજપના નેતાઓ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર ફોડવાની તૈયારીમાં છે. ભાજપ ગઈકાલે જ નિવેદન આપી ચૂક્યું છે કે ત્રણ સીટ જે તેની પાસે હતી એ સંખ્યા પાછી મેળવી લીધી છે. અલ્પેશ તો ઠીક છે પરંતુ ધવલસિંહ ઝાલાની જીત માટે ભાજપે પૂરતા પ્રયાસ કર્યા હતા.

તેમ છતાં ભાજપને હાર મળી તો અલ્પેશ ઠાકોર માટે એટલો પ્રયાસ કર્યો નહોતો. બંને સીટની જવાબદારી પ્રદીપસિંહ જાડેજા પાસે હતી. પરંતુ બાપુએ વધારે મહેનત બાયડ સીટ પર કરી હતી. પ્રદેશ ભાજપ અને રાધાનપુરના જ કેટલાક નેતાઓ એ રીતે કામગીરી કરતા હતા કે જેનાથી ફાયદો કોંગ્રેસને થાય અને હિસાબ અલ્પેશ ઠાકોરનો થઈ જાય એટલે કે લાકડી પણ ના તૂટે અને સાપ પણ મારી જાય અને એ રીતે જ ભાજપે અલ્પેશ ઠાકોરનો હિસાબ કરી દીધો છે. અલ્પેશ ઠાકોર જીતે તો ભાજપના ઘણા દિગગજ નેતાઓના ભવિષ્ય પર પૂર્ણ વિરામ મુકાઈ જાત અને એ બધા જ નેતાઓએ એક થઈને અલ્પેશના રાજકારણ પણ બ્રેક મારી દીધી હોવાનું ભાજપના નેતાઓ કહી રહ્યા છે.

એ વિસ્તારના પણ કેટલાક નેતાઓ સક્રિય થઈને ઠાકોર સિવાયના મતો ના મળે તેના માટે પૂરતા પ્રયાસ કર્યા હતા. જે પ્રમાણે પરિણામ આવ્યા તેનાથી એ વાત પણ હવે સ્પષ્ટ થઈ રહી છે કે આખરે કેમ અલ્પેશ ઠાકોરને જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાની જેમ પહેલા મંત્રી ના બનાવવામાં આવ્યો. જો પહેલા મંત્રી બનાવે અને અલ્પેશ ઠાકોર હારે તો ચોક્કસ ભાજપની આબરૂના લિરા ઉડે કારણ કે મંત્રી બન્યા બાદ હારે તો ભાજપના મંત્રી હારે અત્યારે માત્ર પક્ષ પલટુ અલ્પેશ જ હાર્યો છે અને કદાચ એટલે માટે જ અલ્પેશ ઠાકોરને પહેલા મંત્રી બનાવવામાં ના આવ્યો.

તેને માત્ર કાર્યકર્તા તરીકે જ ખેસ પહેરાવ્યો હતો. સૂચક છે કે ગઈકાલે જીતુ વાઘણીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે હાર મળી છે અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપવા આવશે ત્યારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ના કાર્યકર્તા છે અને એજ રીતે હવે કામ કરશે. ગઈકાલે કમલમ ખાતે પણ કેટલાક સિનિયર નેતાઓ આને લઈને જ ચર્ચા કરી રહ્યા હતા. કદાચ હવે અલ્પેશ ઠાકોર પણ સમજી રહ્યો હશે કે જ્યારે ભાજપમાં જોડાયો ત્યારે તેને મંત્રી પદનો ગોળ કેમ કોણીએ ચોટાડવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

પેપરનું સીલ તૂટેલું નિકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી પરીક્ષાનો કર્યો બહિષ્કાર

Nilesh Jethva

સુરત મનપા સંચાલિત હોસ્પિટલમાં મહિલાઓ સાથે શારીરિક છેડતી થતા ચકચાર

Nilesh Jethva

અયોધ્યા પર રિવ્યૂ પિટીશન દાખલ કરશે AIMPLB, મસ્જિદ માટે બીજી જમીન ના મંજુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!