GSTV
Home » News » લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ, સપાના અધ્યક્ષે શરૂ કરી આ કવાયત

લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ, સપાના અધ્યક્ષે શરૂ કરી આ કવાયત

લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદથી જ મુલાયમ સિંહ યાદવે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને પાર્ટીથી અલગ થઇને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીની રચના કરનારા શિવપાલ સિંહ યાદવને ફરીથી એક સાથે લાવવાની કવાયત આદરી છે.. જો કે મુલાયમના આ અરમાનો પર શિવપાલે પાણી ઢોળી દીધુ છે.

શિવપાલ યાદવે શુક્રવારે પોતાની ઘર વાપસીના અહેવાલોને ફગાવી દીધા અને કહ્યું કે તેમની પાર્ટીના કોઇ પણ રાજકીય પક્ષમાં વિલયની કોઇ સંભાવના નથી.

અમે નક્કી કર્યું છે કે 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી જોરદાર રીતે લડીશું.. મુલાયમ સિંહ પોતાના પુત્ર અખિલેશ અને શિવપાલની વચ્ચે સમજૂતી કરાવાવના પ્રયાસ કરી રહ્યા છે.. આ પહેલા મુલાયમ સિંહે અખિલેશ અને શિવપાલ સાથે અલગ અલગ બેઠક કરી હતી.. તેમજ બંનેને મતભેદ ભુલાવીને એક થવા જણાવ્યું હતુ.

READ ALSO

Related posts

UNમાં ચીન ભારત માટે બે મોઢાળો સાપ સાબિત થયું, પાકિસ્તાનને સાથ આપી ભારતને આતંકનો શિકાર બતાવ્યું

NIsha Patel

Vodafone, Airtel, Jio, Idea તમારા બજેટમાં છે આ કંપનીનો પ્લાન, આ રીતે બચાવો પૈસા

Arohi

ક્યાંથી આવ્યા પૈસા ? કર્ણાટક કોંગ્રેસના જે ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું તેણે હવે ખરીદી 11 કરોડની કાર!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!