GSTV
Home » News » એમપીમાં મળેલી હાર બાદ પાર્ટીમાં જૂથવાદ વધ્યો, આ નેતાએ પાર્ટીના નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ

એમપીમાં મળેલી હાર બાદ પાર્ટીમાં જૂથવાદ વધ્યો, આ નેતાએ પાર્ટીના નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ

લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસના હારેલા ઉમેદવાર હારનો ગુસ્સો પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર ઉતારી રહ્યા છે. એમપીના દેવાસ લોકસભા બેઠક પરથી ચૂંટણી હારેલા પ્રહલાદ ટિપાનિયાએ કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ કે, પાર્ટીમાં મોટા પદ પર બેઠેલા નેતાઓ જાતિવાદની માનસિકતાથી ગ્રસ્ત છે. જે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરતા નથી અને તેમને માન પણ આપતા નથી.

કોંગ્રેસની મોટી હાર પાછળ જૂથવાદ સૌથી મોટુ કારણ છે. કોંગ્રેસમાં પાર્ટીને સમર્પિત કાર્યકર્તાઓની ઉણપ છે. જેથી કોંગ્રેસને હારનો સામનો કરવો પડે છે. મહત્વપૂર્ણ છે કે, એમપીમાં કોંગ્રેસને 29માંથી એક બેઠક મળી છે. જ્યારે બાકીની તમામ 28 બેઠક ભાજપના ફાળે ગઈ છે. આટલુ જ નહી ગુના બેઠક પરથી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ચૂંટણી હારી ગયા.. જેથી પાર્ટીના નેતૃત્વ પર અનેક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana

અમદાવાદમાં ઝુંપડાવાસીઓ હાથમાં બેનરો સાથે રેલી યોજી દેખાવો કર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!