6 કાળીયારના મોત બાદ તંત્ર કૂતરાઓ પકડવા હરકતમાં આવ્યું

વડોદરાના સયાજીબાગ ખાતે કાળિયાર હરણના મોત બાદ જાગેલા કોર્પોરેશન તંત્રએ કમાટીબાગમાં રખડતા શ્વાનોને પકડવા દોડધામ શરૂ કરી છે. હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ દ્વારા કમાટીબાગમાંથી રખડતા કૂતરાને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે.

કામગીરી દરમિયાન બાગમાં રખડી રહેલા બાર જેટલા શ્વાન પકડાયા છે. એટલું જ નહીં વડોદરા શહેરમાં પણ છાસવારે કૂતરા કરડવાના બનાવો બનતા રહે છે. પાલિકા દ્વારા રખડતા કૂતરા પકડવાનો ઇજારો આપવામાં આવે છે. શુક્રવારે રખડતા કૂતરાઓએ કમાટીબાગમાં છ જેટલા કાળિયાર પર હુમલો કર્યો હતો. જેમાં છ કાળિયારના મોત થયા હતા.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter