GSTV
Home » News » PM મોદીને મળેલા એવોર્ડ પછી હવે પોતે લોકોને એવોર્ડ આપશે, જાણો ક્યાં એવોર્ડની કરી જાહેરાત

PM મોદીને મળેલા એવોર્ડ પછી હવે પોતે લોકોને એવોર્ડ આપશે, જાણો ક્યાં એવોર્ડની કરી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ પહેલા જ ગુજરાતના પ્રવાસે હતા. ત્યારે તેમણે જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લીધો અને પ્રજાને સંબોધ્યા હતા. તેમજ એક મહત્વની જાહેરાત કરી હતી કે દેશની એકતા માટે યોગદાન આપનારા લોકો માટે સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડથી નવાજવામાં આવશે. આ સન્માન દેશની એકતા અને અખંડિતતા માટે પ્રયાસો કરનાર વ્યક્તિને અપાશે. આ જાહેરાત 21થી 22 ડિસેમ્બરના રોજ કેવડિયા ખાતે યોજાયેલી ડીજી કોન્ફરન્સ દરમિયાન કરી હતી.

આ એવોર્ડની જાહેરાતને લઈ પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, સરદાર પટેલે ભારતની એકતા માટે તેનું જીવન સમર્પિત કરી દીધું હતું. રાષ્ટ્રીય અખંડિતતા માટેનો સરદાર પટેલ એવોર્ડ તેમના માટે એક ઉચિત શ્રદ્ધાંજલિ હશે અને દેશની એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાને આગળ વધારવાની દિશામાં કામ કરવા માટે વધુને વધુ લોકોને પ્રેરિત કરશે. તેમજ આ જાહેરાત પછી રાષ્ટ્ર માટે કામ કરતા લોકોમાં પણ ઉત્સાહ વધશે અને એની કામ કરવાની શક્તિને વધુ તાકાત મળશે.

READ ALSO

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

જાપાનમાં પ્રથમ વખત ભારતીયએ ચૂંટણી જીતી, રચ્યો ઈતિહાસ

Path Shah