આશાબેન બાદ કોંગ્રેસની વધુ એક પડશે વિકેટ, બહુચરાજીના ધારાસભ્ય નારાજ

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં અસંતોષનો ચરૂ ઉકળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના કોંગ્રેસ કેટલાક ધારાસભ્યો નારાજ થયા છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસના આંતરિક વિવાદ મુદ્દે બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે નારાજગી વ્યક્ત કરતા રાજીનામાની ચીમકી આપી છે. ભરતજી ઠાકોરનો આક્ષેપ છે કે મહેસાણા કોંગ્રેસ સંગઠનના હોદેદારો ધારાસભ્યોની અવગણના કરે છે.. જિલ્લા સંગઠનના વિવાદને કારણે ધારાસભ્ય કોંગ્રેસ છોડી રહ્યા છે. જેથી સંગઠનમાં બદલાવ જરૂરી છે નહી તો આવનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન થશે.

તેમનો આક્ષેપ છે કે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સંગઠન બાબતે હાઇકમાન્ડને જાણ કરવામાં આવી છે પરંતુ પગલા લેવાયા નથી. સંગઠન ધારાસભ્યો સાથે તાલમેલ કરતી નથી. આવનારા સમયમાં જો આજ રીતે કોંગ્રેસ કાર્ય કરશે તો વધુ રાજીનામા પડશે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter