GSTV
Home » News » હાફિઝની ધરપકડ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આપ્યુ પોતાનુ નિવેદન

હાફિઝની ધરપકડ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આપ્યુ પોતાનુ નિવેદન

પુલવામા, ઉરી અને મુંબઇ હુમલા સહિત ભારતમાં અનેક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઇદને લઇને મોટી ખબર સામે આવી રહી છે. હાફિઝને પાકિસ્તાનમાં ઝડપી પાડવામાં આવ્યો છે. તેને હાલ ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે. ટેરર ફંડિંગ મામલે પંજાબ પોલીસના આતંકવાદી વિરોધી વિભાગે તેની લાહોરથી ધરપકડ કરી છે. હાલ તેને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યો છે.

હાફિઝની ધરપકડ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યુ કે 10 વર્ષ પછી મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ તરીકે ઓળખાતો હાફિઝને પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી તેને શોધવા માટે ભારે દબાણ કરવામાં આવ્યુ હતુ.

સીટીડીએ હાફિઝ સઇદ સહિત જમાત-ઉદ-દાવાના 13 નેતાઓ વિરુદ્ધ 23 કેસ નોંધ્યા હતાં. સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે કેસ નોંધાયા બાદ તેની ધરપકડની કાર્યવાહી તેજ થઇ ગઇ હતી. હાફિઝને લાહોરથી ગુજરાંવાલા જતી વખતે સીટીડીએ ઝડપી પાડ્યો છે. તેણે પોતાની ધરપકડ વિરુદ્ધ કોર્ટમાં જવાની વાત કહી છે.

View image on Twitter

મુંબઈ હુમલાની ઘટનાને અંજામ આપનાર આતંકી હાફિઝ સઈદની પાકિસ્તાનના લાહોરથી ધરપકડ કરવામાં આવી.. હાફિઝ લાહોરથી ગુજરાંવાલા જઈ રહ્યા હતો ત્યારે પંજાબની કાઉન્ટર ટેરેરિઝમ ડિપાર્ટમેન્ટે તેની ધરપકડ કરી. હાફિઝની ધરપકડ બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ધરપકડ બાદ હાફિઝે જણાવ્યુ હતુ કે, આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવશે.

 મહત્વપૂર્ણ છે કે, હાફિઝ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. આ ઉપરાંત તેણે ભારતમાં અનેક આતંકવાદી હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે. ત્યારે હાફિઝની ધરપકડ પણ અનેક શંકા ઉપજાવી શકે છે. કેમ કે, પાકિસ્તાન સરકાર આઈએસઆઈ અને હાફિઝ જેવા આતંકવાદીઓની શહથી ચાલી રહી છે.

હાફિઝ સઇદને સંગઠન જમાતઉદ-દાવાના લશ્કર-એ-તૈયબાનો મુખ્ય ચહેરો માનવામાં આવે છે. 2008ના મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ સઇદ જ છે. સઇદને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવામાં આવ્યો છે. તેના પર 10 મિલિયન અમેરિકન ડોલરનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યાં, ઉપરાષ્ટ્રપતિએ સાસંદ તરીકે શપથ લેવડાવ્યા

Riyaz Parmar

બહેરીનમાં વડાપ્રધાન મોદીનો હુંકાર: હવે ભારતનાં તેવર અને ક્લેવર બદલાઇ ગયા છે

Riyaz Parmar

ભગવાને ઘણા કામ મારા માટે બાકી રાખ્યા છે : બહેરીનમાં પીએમ મોદીનું સંબોધન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!