આર્મી બાદ હવે રેલવે તંત્રએ કહ્યું કે મહિલા બધા કામ કરવા માટે સક્ષમ નથી, તો વળી બીજી બાજુ….

રેલવેએ કહ્યું કે મહિલાઓ ડ્રાઇવર, પોર્ટસ, ટ્રેકમેન અને ગેંગમેન જેવી નોકરી માટે યોગ્ય નથી. હવે ભારતીય રેલવેએ મહિલાઓને નોકરીમાં નહીં લેવાની તૈયારીમાં છે. આ અંગે રેલવેએ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગને પત્ર લખી કહ્યું કે આ જગ્યાએ માત્ર પુરુષોની જ નિયુક્તિ કરવામાં આવે.

આ પત્રમાં લખવામાં આવ્યું કે આ પદ પર કાર્યરત મહિલાઓની અનેક ફરિયાદો મળી છે, જેમાં કહેવામાં આવ્યું કે આ જગ્યા મહિલાઓ માટે અસુરક્ષીત છે અને આ પદ પર કામ કરવું મુશ્કેલ છે. રેવલે બોર્ડના પૂર્વ અધ્યક્ષ સાથે મહિલા કર્મચારીઓએ મુલાકાત કરી હતી અને ડીઓપીટીને રેલવે તરફથી જાહેર કરવામાં આવેલો પત્ર દર્શાવ્યો હતો. જેમાં મહિલાઓને કેટલીક નોકરીમાંથી બાકાત રાખવામાં આવે.

હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાતચીતમાં ઇન્ડિયન રેલવેની મહિલા સભ્યોને જણાવ્યું કે કામ કરવા માટે મહિલાઓ માટે સારુ વર્કપ્લેસ પ્રાથમિક મુદ્દો છે, હાલ આ પદ પર કામ કરવા માટે મહિલાઓ અને પુરુષોને સમાન રૂપનો અવસર મળવો જોઇએ. રેવલેની 10 લાખ 30 હજાર જગ્યાએ માત્ર 2થી 3 ટકા મહિલાઓ જ કાર્યરત છે, જેમાંથી મોટાભાગે મહિલાઓની પોસ્ટિંગ ડેસ્ટ પર છે, ડ્રાઇવર , ગાર્ડ્સ અને ટ્રેકમેનની જરૂર વધુ પડે છે, જેઓ 24 કલાક હાજર રહી શકે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter