GSTV
Business Trending

બજેટમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં છેડાયો સવાલ, કોને વેચવામાં આવશે?; અદાણીને કે અંબાણીને?

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં રજૂ કરેલા બજેટમાં માહિતી આપી છે કે સરકાર દેશભરમાં 50 નવા એરપોર્ટ બનાવવા જઈ રહી છે. આ જાહેરાતના પગલે સોશિયલ મીડિયામાં યુઝર્સ સરકારને નિશાને લઈ રહ્યા છે. આપના નેતા સંજયસિંહે એરપોર્ટ નિર્માણ અંગેની જાહેરાત પર કહ્યું કે 50 નવા એરપોર્ટ બનાવીને કોને વેચવામાં આવશે? અદાણીને કે અંબાણીને ? બજેટ રજૂ કરતા નાણામંત્રીએ લોકસભામાં કહ્યું હતું કે, “દેશમાં પ્રાદેશિક હવાઈ જોડાણ સુધારવા માટે 50 વધારાના એરપોર્ટ, હેલિપેડ, વોટર એરો ડ્રોમ અને અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે.” આ બજેટ એલાન બાદ સોશિયલ મીડિયા પર લોકો આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.


લોકોએ આ રીતે ટોણો માર્યો
આપ પાર્ટીના નેતા સંજય સિંહે ટ્વિટ કર્યું છે કે મોદીજી 50 નવા એરપોર્ટ બનાવશે પણ કોને આપશે? અન્ય ટ્વિટમાં તેમણે કહ્યું છે કે નિર્મલાજીએ કહ્યું- અમૃતકાળ આવી ગયો છે, બજેટમાંથી કેટલું અમૃત વરસશે?, તે જોવાનું બાકી છે. એક યુઝરે લખ્યું કે અને પછી આ એરપોર્ટ્સ તેમના મિત્ર અદાણીને સોંપી દેશે, આજનું બજેટ માત્ર ઉદ્યોગપતિઓ માટે છે. બીજા યુઝરે લખ્યું કે અદાણીજીની ખોટ ભરપાઈ કરવા માટે તે નવા એરપોર્ટ બનાવીને અદાણીજીને આપી દેશે?જ્યારે અન્ય યુઝરે લખ્યું કે આમાં નવું શું છે છેલ્લા 8 વર્ષથી તેઓ કહી રહ્યા છે કે તેઓ બનાવશે, તેઓ બનાવશે. હજુ સુધી કંઈ થયું નથી. એક યુઝરે લખ્યું કે અદાણીને આ જાહેરાતથી મોટી રાહત મળશે.

જણાવી દઈએ કે બજેટના વખાણ કરતા વડાપ્રધાન મોદીએ નાણામંત્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ આજના મહત્વાકાંક્ષી સમાજ, ગામડાઓ, ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગના સપનાઓને સાકાર કરશે. તેમણે કહ્યું કે ગામડાઓથી શહેરો સુધી રહેતી આપણી મહિલાઓના જીવનધોરણમાં પરિવર્તન લાવવા માટે બજેટમાં ઘણા મોટા પગલા લેવામાં આવ્યા છે, હવે તેમને વધુ જોરશોરથી આગળ વધારવામાં આવશે.

READ ALSO

Related posts

Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે

Padma Patel

હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો

Siddhi Sheth

તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ

pratikshah
GSTV