GSTV
Home » News » રફાલ કેસની ગુનાહિત તપાસનો માર્ગ સુપ્રીમે ખોલી નાંખ્યો, મોદી સરકાર નથી ઈચ્છતી તપાસ

રફાલ કેસની ગુનાહિત તપાસનો માર્ગ સુપ્રીમે ખોલી નાંખ્યો, મોદી સરકાર નથી ઈચ્છતી તપાસ

કોંગ્રેસે રફાલ ડીલ પર તપાસની માંગણી કરતી પુનર્વિચાર અરજીઓને ફગાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર જણાવ્યું છે કે કોર્ટનો આ નિર્ણય સાબિત કરે છે કે રફાલ કેસની ગુનાહિત તપાસનો માર્ગ સુપ્રીમે ખોલી નાંખ્યો છે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે ભાજપ માટે સમય જશ્ન કે ઢોલ વગાડવાનો નથી પરંતુ ગુનાહિત તપાસ પર આગળ વધવાનો છે. સુપ્રીમે કહ્યું છે કે તેમના હાથ બંધારણીય મર્યાદામાં બંધાયા હોઇ શે છે પરંતુ અન્ય કોઇ એજન્સીની સાથે આવું નથી.

સુરજેવાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી એ વાત સ્પષ્ટ છે કે આર્ટિકલ-32 હેઠળ સુપ્રીમ કોર્ટ પાસે ઘણા સિમિત અધિકાર છે. ઉપરાંત કોર્ટ સિવાય અન્ય કોઇ પણ સ્વતંત્ર એજન્સી આ મામલે તપાસ કરી શકે છે.

સુરજેવાલાએ કહ્યું કે સંયુક્ત સંસદીય સમિતિ રફાલ કેસમાં આરોપોની તપાસ કરી શકે છે. રફાલમાં થયેલા કથિત ભ્રષ્ટાચારા માટે જેપીસીની જરૂરિયાત છે.

ભાજપ ભ્રષ્ટાચાર મુક્ત થવા નથી ઇચ્છતી પરંતુ તપાસમાંથી મુક્ત થવા ઇચ્છે છે. સંસદમાં બહુમત હોવા છતાં ભાજપ જેપીસી તપાસથી કેમ ભાગે છે.

READ ALSO

Related posts

નિર્ભયા મામલો: સગીર હોવાના દાવાવાળી અરજી પર 20 જાન્યુઆરીએ સુનવણી કરશે સુપ્રિમ કોર્ટ

Mansi Patel

પાકિસ્તાનમાં હવે આવ્યુ લોટનું સંકટ,પડોશી દેશને બે ટંકની રોટલી મેળવવા પડી રહ્યા છે ફાંફા

Mansi Patel

‘હિટમેન’ રોહિત શર્માએ ગાંગુલી-સચિનને પછાડ્યા, ODIમાં પૂર્ણ કર્યા ધમાકેદાર 9000 રન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!