GSTV

સૂર્યાસ્ત પછી ક્યારેય ના કરશો આ પાંચ કામ, નહીં તો ધન સમૃદ્ધિના નાશ સાથે થશે આ મોટું નુકસાન

સૂર્યાસ્ત

Last Updated on June 19, 2021 by Harshad Patel

આપણા દિવસની શરૂઆત સૂર્યોદયથી અને સાંજ સૂર્યાસ્તથી થાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચેના સમયને દિવસ અને રાતના સંધિ સમય પણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ સમયને ખૂબજ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુંમ છે. વડિલો પણ સાંજના સમયે કેટલાક કામ કરવાથી રોકી રહ્યા છે. શાસ્ત્રમાં સૂર્યાસ્ત પછી કેટલાક કામ કરવાને અશુભ માનવામાં આવે છે. આજે એવા પાંચ કામ બતાવીએ છીએ જેણે સંધ્યા કાળ પછી ના કરવા જોઈએ.

જળ

સૂર્યાસ્ત પછી તુલસીના પાનને સ્પર્શ ના કરવો જોઈએ

તુલસીના છોડ લગભગ દરેક ઘરમાં હોય છે. ઘરમાં તુલસી હોવું શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ સૂર્યાસ્ત પછી તુલસીના પાનને સ્પર્શ ના કરવો જોઈએ. ન તો તેને પાણી આપવું જોઈએ. એનાથી ધનની દેવી લક્ષ્મી નારાજ થાય છે. અને ઘરમાંથી સમૃદ્ધિ દૂર થઈ જાય છે.

સંધ્યાકાળ પછીથી ક્યારેય પણ દહીંનું દાન ના કરવું

હિંદુ ધર્મમાં દાનનું મહત્ત્વ છે. ખાસ કરીને જ્યારે દાનમાં દહીં આપવામાં આવે છે. પરંતુ કહેવાય છે કે સંધ્યાકાળ પછીથી ક્યારેય પણ દહીંનું દાન ના કરવું જોઈએ. હકિકતમાં દહીંનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. અને તે સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે. એવામાં સાંજ પછીથી દહીંનું દાન કરવાથી જીવનનમાં સુખ સમૃદ્ધિમાં ઘટાડો થાય છે.

સૂર્યાસ્ત પછી તુરંતના સમયમાં ઉંઘવું ના જોઈએ

સૂર્યાસ્ત સમયે અથવા તો સૂર્યાસ્ત પછી તુરંતના સમયમાં ઉંઘવું ના જોઈએ. ના તો ભોજન કરવું જોઈએ. એનાથી ધન હાનિ થાય છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ પણ ઊભી થવા લાગે છે.

સુયાસ્ત સમયે ઘરમાં કચરા પોતું અથવા તો સાફ સફાઈ ના કરવી

સુયાસ્ત સમયે ઘરમાં કચરા પોતું અથવા તો સાફ સફાઈ ના કરવી જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું છેકે સૂર્યાસ્ત પછી ઘરમાં કચરા પોતા કરવાથી ઘરની ખુશી, સુખ સમૃદ્ધિ સમાપ્ત થવા લાગે છે. સૂર્યાસ્ત દરમિયાન તમે ભણી શકો છો અથવા તો પછી રમત ગમત અને એક્સરસાઈઝ કરી શકો છો.

સૂરજ ઢળ્યા પછી વાળ ના કપાવવા

સૂરજ ઢળ્યા પછી વાળ ના કપાવવા જોઈએ. કેટલાય લોકો સૂર્યાસ્ત પછી વાળ કપાવતા હોય છે. અથવા તો પછી શેવ કરાવે છે એવું કરવાથી જીવન પર નકારાત્મક અસર થાય છે. અને ધનહાનિ થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BIG NEWS / આ તારીખે રાજ્યમાં યોજાશે ગુજરાતી ભાષાની “ઉચ્ચ શ્રેણી”ની પરીક્ષા, ચુસ્તપણે કોવિડ ગાઇડલાઇનનો પાલન કરવા આદેશ

Dhruv Brahmbhatt

જલ્દી કરો! માત્ર 29 હજારમાં મળી રહ્યો છે iPhone! ઑફર જાણશો તો થઇ જશો ખુશ

Bansari

Kriti Sanon Birthday/ કૃતિ સેનન પાસે છે કરોડોની સંપત્તિ, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!