GSTV
Home » News » બોની કપૂરે લીધો નિર્ણય, હવે ચારેય બાળકો સાથે એક જ ઘરમાં રહેશે

બોની કપૂરે લીધો નિર્ણય, હવે ચારેય બાળકો સાથે એક જ ઘરમાં રહેશે

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનાં નિધને બોની કપૂરના પરિવારને એક કરી દીધો છે. શ્રીદેવીના નિધનનાં પાંચ મહિના બાદ બોની કપૂરે નિર્ણય લીધો છે કે તે પોતાના ચારેય સંતાનો જાહન્વી કપૂર, ખુશી કપૂર, અર્જુન કપૂર તથા અંશુલા કપૂરની સાથે એક જ ઘરમાં રહેશે.

અર્જુન-અંશુલાએ બોની કપૂરની પહેલી પત્ની મોનાનાં સંતાનો છે. જ્યારે જાહન્વી-ખુશી, બોની કપૂરની બીજી પત્ની શ્રીદેવીની દીકરીઓ છે.શ્રીદેવીનાં નિધન બાદ બોની કપૂરના જીવનમાં સૌથી મોટો ફેરફાર એ આવ્યો કે હંમેશા સાવકી બહેનોથી અંતર રાખતા અર્જુન-અંશુલા આ બંને બહેનોની નજીક આવ્યા હતાં. હવે, અર્જુન કપૂર પોતાની આ ત્રણેય બહેનોને લઈ પ્રોટેક્ટિવ બન્યો છે. આટલું જ નહીં જાહન્વીની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ને લઈને અર્જુન કપૂર તથા અંશુલાએ શુભકામના પણ પાઠવી હતી. ચારેય ઘણીવાર સાથે જોવા મળે છે.

બોની કપૂર હવે પોતાના ચારેય બાળકો સાથે એક જ ઘરમાં રહેશે. હાલમાં જાહન્વી-ખુશી બંને પોતાના પાપા બોની સાથે રહે છે. જ્યારે અર્જુન-અંશુલા અલગ ઘરમાં રહે છે. જોકે, હજી સુધી એ વાતનો ખુલાસો થયો નથી કે બોની કપૂર હાલ જે ઘરમાં રહે છે, ત્યાં અર્જુન-અંશુલા આવશે કે પછી બોની કપૂર બંને દીકરીઓ સાથે અર્જુનના ઘરમાં શિફ્ટમાં થશે.

Related posts

પ્રવીણ તોગડિયાએ રામ મંદિર મામલે આપી પ્રતિક્રિયા, દૂધ ઉત્પાદકો અંગે પણ ચિંતા વ્યક્ત કરી

Nilesh Jethva

આર્થિક સંકડામણથી વધુ એક રત્ન કલાકારનો આપઘાત, પુત્રના અભ્યાસનો ખર્ચ કાઢવામાં પણ થતી હતી મુશ્કેલી

Nilesh Jethva

રોગચાળાનું રાજકારણ : ભાજપના આ નેતાએ કોંગ્રેસને માનસિક રોગી ગણાવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!