અખિલેશ-માયાવતીને ગઠબંધન છતાં મોદી સરકાર પર નથી ભરોસો, આ છે 2 ડર

લોકસભા ચૂંટણી 2019માં નરેન્દ્ર મોદીના વિજય રથને ઉત્તર પ્રદેશમાં અટકાવવા માટે સમાજવદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ગઠબંધનની જાહેરાત કરી છે. આ દરમિયાના માયાવતીએ ઐતિહાસિક જીતનો દાવો કર્યો છે. જોકે, તેમણે EVM અને રામ મંદિરનો ડર હજુ પણ સતાવી રહ્યો છે. 

રામ મંદિરને લઇને જનભાવના ને ભડકવામાં આવે નહીં

માયાવતીએ કહ્યું કે જો બીજેપીએ EVM અને રામ મંદિરને લઇને કોઇ ચાલ નહીં ચાલી તો અમારું ગઠબંધનન બીજેપીને સત્તામાં આવતા રોકી દેશે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરતા માયાવતીને કહ્યું કે 80 બેઠકો ધરાવતી ઉત્તર પ્રદેશમાં લોકસભા ચુંટણી 2019 દરમિયાન ગઠબંધન બીજેપની સત્તામાં આવતા અટકાવશે અને કેન્દ્રમાં બીજેપની સરકાર નહીં બની શકે પરંતુ જો પહેલાની જેમ વોટિંગ મશીનમાં કોઇ છેડછાડ કરવામાં આવી નહીં અને રામ મંદિરને લઇને જનભાવના ને ભડકવામાં આવે નહીં. ઉલ્લેખનીય છે કે સપા અને બસપા આજે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે તેઓ 38-38 બેઠકો પરથી ચૂંટણી લડશે.

યુપીમાં એસપી અને બીએસપી ભેગા થતા ભાજપ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને યુપીમાં જો સપા બસપા ભેગા થાય વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી પ્રમાણે બન્નેના મતોની ટકાવારી ભાજપને મળેલા મતો જેટલી જ થાય છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં સપા અને બસપાના મતોની ટકાવારી ભાજપને મળેલા મતોની ટકાવારી કરતા વધારે છે.

યુપીમાં હવે સપા અને બસપા ભેગા થઈને લોકસભાની ચૂંટણી લડશે તે નક્કી થઈ ગયુ છે.આ ગઠબંધને ભાજપની છાવણીમાં હલચલ મચાવી છે.અખિલેશ અને માયાવતીની જોડી ભાજપ અને નરેન્દ્ર મોદીની ફરી સત્તા મેળવવાની રાહમાં સૌથી મોટી દિવાલ બની શકે છે.
તેની પાછળનુ કારણ મતદારોના જાતિગત સમીકરણો છે. 2014માં ભાજપ સામે આ પાર્ટીઓ એકલા હાથે ચૂંટણી લડી હતી. તે વખતે મોદી લહેર હતી.ભાજપને 71, સપાને 5 જ બેઠકો મળી હતી.જ્યારે બસપાનુ તો ખાતુ પણ ખુલ્યુ નહતુ.

2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો આમ છતા કુલ મતોમાં ભાજપનો હિસ્સો 42.6 ટકા હતો ત્યારે સપા અને બસપાન મત ભેગા કરવામાં આવે તો ટકાવારી 42.1 ટકા થતી હતી. જ્યારે છેલ્લે તો 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 40 ટકા મતો મળ્યા હતા. પરંતુ જો સપા અને બસપાના મતો ભેગા કરીએ તો મતોની ટકાવારી 44.4 ટકા થાય છે.. વર્ષ 2017ના વિધાનસભાની ચૂંટણી પરિણામ પર નજર કરીએ તો.

યુપીમાં વસતીની રીતે જોવામાં આવે તો 12 ટકા યાદવ, 22 ટકા દલિત અને 18 ટકા મુસ્લિમ છે.જે કુલ વસ્તીના 52 ટકા છે.જેઓ સપા અને બસપાની વોટબેન્ક સાબિત થઈ શકે છે. આમ સપા અને બસપા ભેગા મળીને ચૂંટણી લડશે તો આ મત વહેંચાઈ જતા અટકી શકે છે.આમ ભાજપ માટે આ ગઠબંધનનો પડકાર ઝીલવો આસાન નહી હોય.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter