GSTV

‘મેં હું હીરો તેરા…’ બાદ રેસ-૩માં ગીત ગાવા જઈ રહ્યો છે સલમાન

Last Updated on April 19, 2018 by Arohi

ટોચના ફિલ્મ સર્જક રમેશ તૌરાનીની આગામી ફિલ્મ રેસ-૩ના હીરો સુપર સ્ટાર સલમાન ખાને આ ફિલ્મમાં અભિનય કરવા ઉપરાંત એક ગીત રચ્યું છે અને હવે એ ગીત સલમાન પોતે ગાવાનો છે એવી માહિતી મળી હતી. રેસ સિરિઝની પહેલી બે ફિલ્મોમાં સૈફ અલી ખાન હીરો હતો. ત્રીજી કડી વખતે પ્રોડયુસર તૌરાનીની ઇચ્છા ટોચના સેલેબલ કલાકારને લેવાની હોવાથી સલમાનને પૂછ્યું હતું.

સલમાને પોતાને અનુકૂળ એવી ટીમ મળે તો ફિલ્મ કરવાની હા પાડી હતી. તૈારાનીએ સલમાનની શરતો સ્વીકારતાં સલમાનેે મૂળ ફિલ્મોના ડાયરેક્ટર અબ્બાસ મસ્તાનના સ્થાને રેમો ડિસોઝાને લીધી અને જેક્લીન ફરનાન્ડિસ ઉપરાંત ડેઝી શાહને હીરોઇન તરીકે લીધી. આ ફિલ્મ જબરદસ્ત એેક્શન ભરપુર ફિલ્મ છે.

આ ફિલ્મના એક ગીત માટે દૂબઇમાં થયેલા રેકોર્ડિંગમાં અતિફ અસલમ અને સલમાનની કહેવાતી ગર્લફ્રેન્ડ લુલીયા વન્તુરે કંઠ ઊછીનો આપ્યો હતો. બીજું ગીત સલમાને પોતે રચ્યું હતું. એણે પોતાનું રચેલું ગીત યુનિટને સંભળાવતાં સૌને એ ગમ્યું હતું અને સૌએ એને ફિલ્મમાં સમાવી લેવાનો આગ્રહ સેવ્યો હતો. સહકલાકારોએ સલમાનને સમજાવ્યો હતો કે આ ગીત તું પોતે ગાઇ નાખ.

આમ આ ફિલ્મમાં સલમાને અભિનય કરવા ઉપરાંત ગીત રચવાની અને ગાવાની એેમ ત્રણ ત્રણ જવાબદારી અદા કરી હતી. બેંગકોક અને અબુ ધાબીમાં શૂટિંગ કર્યા બાદ હવે ફિલ્મની ટીમ લેહ જવા રવાના થવાની હોવાનું જાણવા મળ્યું હતું.

CRICKET.GSTV.IN

Related posts

Bollywood / જ્યારે અરબાઝ ખાનને પૂછ્યું, મલાઈકા અરોરાના ટૂંકા કપડાથી થાય છે સમસ્યા? આપ્યો આ જવાબ

Vishvesh Dave

ટેલિવિઝનની ક્વીન એકતા કપૂર લઈને આવી રહી છે નવા 27 પ્રોજેક્ટસ, દર્શકોને મનોરંજન પૂરૂ પાડશે!

pratik shah

‘વાણીયા બુદ્ધિ’ / કેટરીના કૈફ અને વિકી કૌશલે કરોડોમાં ડીલ કરી ફાઇનલ, ઇન્ટરનેશનલ મેગેઝીનને આપ્યા વેડિંગ ફોટોઝના રાઇટ્સ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!