ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીને વીર સાવરકરનું અપમાન કરવા સામે ચેતવણી આપી પછી હવે સમાધાનના પ્રયાસો શરૂ કર્યા છે. ઉદ્ધવ વતી શિવસેના સાંસદ સંજય રાઉત રાહુલને મળીને ભાષણો અને પ્રેસ કોન્ફરન્સમાં સાવરકરનો ઉલ્લેખ કરવાનું ટાળવા માટે સમજાવવાનો પ્રયાસ કરશે. સંજય રાઉતે કહ્યું કે, વીર સાવરકર અમારા દેવતા છે. સાવરકર અમારી આસ્થા સાથે જોડાયેલા છે અને અમે તેમનું અપમાન સહન કરી શકતા નથી. હું નવી દિલ્હીમાં રાહુલ ગાંધીને મળીને વીર સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરીશ. હું તેમને સાવરકરે આપેલા બલિદાન વિશે સમજાવીશ.

સૂત્રોના મતે, ઉદ્ધવ ઠાકરેને શરદ પવારે ચેતવણી આપી તેના પગલે ઉદ્ધવે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. પવારનું માનવું છે કે, દરેક નેતા પોતાની વિચારધારા પ્રમાણે નિવેદન આપી શકે છે. નિવેદનોના આધારે જોડાણનો નિર્ણય લેવાવો જોઈએ નહીં. પવારે એ વાત પર પણ ભાર મૂક્યો કે, ભાજપને હરાવવો હોય તો એનસીપી, કોંગ્રેસ અને ઉધ્ધવની શિવસેનાએ સાથે જ રહેવું પડશે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો