GSTV
Auto & Tech

Whatsappમાં આ સેટિંગ કર્યા બાદ facebook સાથે નહીં થાય તમારો ડેટા શેર

Whatsappની પેરેન્ટ કંપની facebookના કરોડો યૂઝર્સનો ડેટા ચોરી થઇ ગયો હતો. Whatsapp પણ યૂઝર્સનો ડેટા facebook સાથે શેર કરે છે. હવે whatsappમાં એવું અપડેટ આવ્યું છે કે યૂઝર્સ પોતાનો ડેટા facebook સાથે શેર થતા અટકાવી શકે છે. વોટ્સએપ હંમેશા ફેસબુક સાથે શેર કરેલા ડેટા પ્રત્યે ડિફેન્સિવ રહે છે. તે હંમેશા કહે છે કે દરેક એસએમએસ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટ થયેલ હોય છે અને સાથે જ જણાવ્યું કે તે ફેસબુક સાથે ઘણો ઓછો ડેટા શેર કરે છે. બંનેમાં ડેટા સુરક્ષિત રાખવા તમે વધુ પગલાં ઉઠાવી શકો છો અને ફેસબુક સાથે તમારો ડેટા શેર કરવામાં આવેશે તેવી ચિંતા વગર તમે વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો. આ ફીચર વોટ્સએપના નવા સિક્યોરીટી અપડેટમાં આવ્યો છે.

આ રીતે રોકો વોટ્સએપ ડેટાનું શેરિંગ

  • સૌ પ્રથમ પોતાનું વોટ્સએપ ખોલો.
  • ત્યાર બાદ સૌથી ઉપર રાઈટ સાઈડ પરના ત્રણ ડોટ પર ટેપ કરો. હવે તમારી સામે ઘણા ઓપ્શન આવશે ત્યાર બાદ સેટિંગમાં જાવ.
  • સેટિંગમાં આવ્યા બાદ તમને ઘણા ઓપ્શન દેખાશે. ત્યાં Accountના ઓપ્શન પર ટેપ કરો.
  • Account પર ટેપ કર્યા બાદ ઘણા ઓપ્શન ખુલશે. ત્યાર બાદ ચેક માર્ક પર ટેપ કરો. ત્યાર બાદ તમને Rights of Share my Account info નો ઓપ્શન દેખાશે. હવે તે ઓપ્શનને ડિસેબલ કરી દો. આમ કર્યા બાદ તમારો ડેટા ફેસબુક સાથે શેર કરવામાં નહીં આવે.

CRICKET.GSTV.IN

Related posts

આર્થિક હાલત ડામાડોળ? / ગૂગલમાં કર્મચારીઓને ઘરભેગા કર્યા બાદ મોટા હોદ્દા પર કામ કરતા કર્મચારીઓની સેલરી પર ફરશે કાતર

Hardik Hingu

ગુગલ રજૂ કરશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-પાવર્ડ સર્ચ એન્જિનનો ડેમો

GSTV Web Desk

વર્ડલ જેવી ક્વાર્ડલ ગેમ જાણીતી ડિક્શનરી કંપનીએ ખરીદી લીધી

GSTV Web Desk
GSTV