Last Updated on March 2, 2021 by Mansi Patel
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) બાદ પ્રાઈવેટ સેકટરની કોટક મહિન્દ્રા બેંકે ઘર ખરીદનારા લોકોને મોટી ભેટ આપી છે. કોટક મહિન્દ્રા બેંકે હોમ લોન વ્યાજમાં 0.10 ટકાનો ધટાડો કર્યો છે. સીમીત અવધીના આ ઘટાડા બાદ વ્યાજ દર 6.65 ટકા પર આવી ગઈ છે. આ ઘટાડા સાથે બેંકનો દાવો છે કે, તે ગ્રાહકોને બજારમાં સૌથી ઓછા વ્યાજ દર પર હોમ લોન ઉપલબ્ધ છે.
બેંકના એક નિવેદનમાં કહ્યુ કે, વિશેષ રજુઆત હેઠળ ગ્રાહક 31 માર્ચ સુધી 6.65 ટકા પર લોન લઈ શકશે. જણાવી દઈએ કે, દેશની સૌથી મોટી બેંક SBIના વ્યાજ દર ઘટાડીને 6.70 ટકા કરવા પર કેટલીક કલાકો બાદ કોટક બેંકે આ ઘોષણા કરી છે.

કોટક મહિન્દ્રા બેંકે કહ્યુ કે, વ્યાજ દર દેવાદારના ક્રેડિટ સ્કોર અને મૂલ્ય રેશિયો (એલટીવી) પર આધારિત છે. આ એક વિશેષ દર છે જે 31 માર્ચ, 2021 સુધી લાગુ છે અને તે હોમ લોન માર્કેટમાં સૌથી નીચો દર છે. 6.65 ટકાનો વિશેષ દર લોનની તમામ રકમ પર લાગુ છે.

ઘર ખરીદવાનો સારો સમય
કોટક હોમ લોન અને બેલેંસ ટ્રાંસફર લોન હવે 6.65 ટકાથી શરૂ થાય છે. કોટક મહિન્દ્રા બેંકના કંઝ્યૂમર એસેટ્સના અધ્યક્ષ અંબૂઝ ચાંદનાએ કહ્યું, કોટકે હોમ લોન માર્કેટમાં પ્રાઈસ લીડરના રૂપમાં ગતિ જારી રાખી છે. અને અમે ગ્રાહકોને એક વિશેષ વર્ષના અંતમાં પણ ઓછા હોમ લોન વ્યાજ દરોના રૂપમાં બોનસની રજુઆત કરવામાં પ્રસન્ન છે. આ વાસ્તવમાં ઘર ખરીદવાનો સૌથી સારો સમય છે.
જણાવી દઈએ કે, SBI હોમ લોન પર ગ્રાહકોને પ્રોસેસિંગ ફીમાં 100 ટકા છૂટ આપી રહ્યુ છે. વ્યાજ દરમાં કેટલી છૂટ મળશે તે ગ્રાહકોને CIBIL સ્કોર પર નિર્ભર કરશે.
READ ALSO
- પડઘા: દર્દીઓના જીવ બચાવવામાં મળી સફળતા, GSTVના અહેવાલ બાદ કુંદન હોસ્પિટલ સામે તપાસના આદેશ
- રસીકરણ/ રજીસ્ટ્રેશન માટે આ તારીખ સુધીમાં તૈયાર થઇ જશે કોવિન પોર્ટલ, જાણી લો કઇ-કઇ જાણકારીઓ ઉપલબ્ધ થશે
- ગંભીર બાબત: એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ બીજા દિવસે તલાટીઓ આવ્યા નહીં, 3 તલાટી ફરજ પરથી ભાગ્યા
- જરૂરી/ Home Quarantineમાં આ રીતે સારુ કરો તમારું Oxygen લેવલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવી ટેક્નિક
- સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ
