GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

SBI અને BOB બાદ હવે આ બેંકે પણ ઘટાડ્યા MCLR, હોમ અને ઓટો લોન થશે સસ્તી

એસીબીઆઈ (SBI) અને બેંક ઓફ બરોડા (BOB) પછી, અલ્હાબાદ બેંકે હવે તેનાં એમસીએલઆરમાં ઘટાડો કર્યો છે. બેંકે એમસીએલઆરમાં પાંચ બેસિસ પોઇન્ટ ઘટાડવાની જાહેરાત કરી છે. બેંકે તમામ સમયગાળા માટે એમસીએલઆરમાં આ ઘટાડો કર્યો છે. નવા દરો કાપ બાદ 14 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. તેનાથી હવે હોમ અને ઓટો લોન સસ્તી થશે.

બેંકે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, બેંકની એસેટ લાયબિલિટી મેનેજમેન્ટ કમિટીએ હાલના એમસીએલઆરમાં સુધારો કર્યો છે અને તેનાંથી તમામ જુદા જુદા એમસીએલઆર સમયગાળા માટે તેને પાંચ બેસિસ પોઇન્ટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ સાથે, એક વર્ષના બેંચમાર્ક એમસીએલઆર હવે 8.25 ટકા થશે, જે હાલમાં 8.30 ટકા છે. રિટેલ, ઓટોમોબાઈલ અને પર્સનલ જેવી મોટાભાગની ગ્રાહક લોન એક વર્ષ એમસીએલઆર પર આધારિત છે.

એ જ રીતે, ત્રણ અને છ મહિનાના એમસીએલઆર પણ પાંચ બેઝિસ પોઇન્ટના કાપ પછી 7.75 થી 8.10 ટકાની રેન્જમાં આવી ગયા છે. તો સાથે જ, એક મહિનાના એમસીએલઆરમાં કોઈ ફેરફાર નથી. તે 7.85 ટકા છે.

નોંધપાત્ર વાત એ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 6 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલી વર્તમાન નાણાકીય વર્ષ માટે તેની છેલ્લી નાણાકીય નીતિમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ રેપો રેટ 5.15 ટકા જાળવી રાખ્યો હતો.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!