GSTV
Home » News » ફિલ્મ ‘સંજુ’ બાદ હવે સંજય દત્તના જીવન પર વેબ સીરીઝ બનશે, જાણો વિગતે

ફિલ્મ ‘સંજુ’ બાદ હવે સંજય દત્તના જીવન પર વેબ સીરીઝ બનશે, જાણો વિગતે

મુંબઇ:સંજય દત્તના જીવન પર બાયોપિક ફિલ્મ ‘સંજુ’ બાદ હવે વેબ સીરીઝ પણ બનશે. આ સીરીઝમાં સંજયના જીવન વિશે એવા કેટલાક પાસા-કિસ્સા જોવા મળશે જે ફિલ્મમાં જોવા મળતા નથી. ‘સંજુ’માં સંજયની લાઈફના કેટલાક મહત્વના પાસા દેખાડવામાં આવ્યા છે, તો બીજી તરફ વેબ સીરીઝમાં તેના જીવન સાથે જોડાયેલા અનેક અન્ય લોકો વિશે વાત કરવામાં આવશે.

જાણવા મળ્યું છે કે, એક ઈન્ટરનેશનલ ડિજિટલ પ્લેટફોર્મે આ સીરીઝ અંગે સંજય દત્ત પ્રોડક્શન સાથે સંપર્ક કર્યો છે. તે સંજયની લાઇફ પર ત્રણ સીરીઝ બનાવવા માગે છે જેથી લોકો તેના જીવન વિશે વધુ જાણી શકાય.

રણબીર કપૂર સ્ટારર ‘સંજુ’એ બોક્સ ઑફિસ પર બમ્પર કમાણી કરી છે. ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મમાં રણબીર અને વિક્કી કૌશલની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યાં છે.

‘સંજુ’માં ખાસ કરીને સંજય દત્તની ડ્રગ્સની લત અને તેને છોડવાનો સંઘર્ષ, જેલની જિંદગી અને આ બધાની વચ્ચે બોલિવૂડમાં કમબેક, પિતા અને મિત્ર સાથેના સંબંધો વિશેની વાર્તાને દેખાડવામાં આવી છે.

Related posts

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah

શું તમે જાણો છો, મગફળીનું સવારના સમયે ખાલી પેટ સેવન કરવાથી થાય છે ફાયદા

Path Shah

આ દેશમાં મહિલાઓને મળે છે પુરી છૂટ, પુરુષોએ ઢાંકવો પડે છે ચહેરો! રસપ્રદ છે કારણ..

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!