ભારતમાં આશરે 70 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને પર્યાવરણ એક્ટીવિસ્ટ ગ્રેટા થનબર્ગ અને હોલિવૂડની પોપ સ્ટાર રિહાનાએ સમર્થન આપતા ભારતમાં ઘણો વિવાદ ચગ્યો હતો. ત્યારે હવે ખેડૂતોને સમર્થન આપનારી વૈશ્વિક સેલિબ્રિટીમાં વધુ એક વ્યક્તિનું નામ જોડાયું છે.
Standing in solidarity with the #FarmersProtest in India. Read about who they are and why they’re protesting below. https://t.co/yWtEkqQynF
— Susan Sarandon (@SusanSarandon) February 5, 2021
ઓસ્કાર એવોર્ડ વિજેતા અમેરિકન અભિનેત્રી સુસાન સારેન્ડરે પણ ભારતીય ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કર્યું છે. તેમણે ખેડૂતોના આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું. જે બાદ તેમનું ટ્વિટ ઝડપથી વાઇરલ થઈ રહ્યુ છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું કે, હું ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉભી છું. વધુ કંઇ નહીં તો તમે એ જાણવાનો તો પ્રયાસ કરો કે તેઓ કોણ છે અને શા માટે આંદોલન કરી રહ્યા છે. સુસાનના ટ્વિટ બાદ સોશિયલ મીડિયામાં ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
75 વર્ષિય સુસાન એક અમેરિકન અભિનેત્રી, એક્ટિવિસ્ટ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. તેમને ઓસ્કાર ઉપરાંત ઘણા જાણીતા એવોર્ડનું સન્માન પ્રાપ્ત થયું છે.
READ ALSO
- સીડી કાંડમાં ફસાયેલા કર્ણાટકાના મંત્રીએ આપ્યું રાજીનામું, નોકરીના બદલામાં મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ
- દારૂબંધી માત્ર કાગળ પર / ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, 2020માં ઝડપાયો આટલા કરોડનો દારૂ
- અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે સીએમએ કોંગ્રેસના ધારસભ્યને આપ્યો લેખિતમાં જવાબ
- બજેટ 2021-22/ રાજયમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ વિકસાવાશે કાયમી હેલીપેડ, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડની ફાળવણી
- બજેટ 2021-22/PM મોદીના વતન વડનગર માટે નાણામંત્રીની મોટી જાહેરાત, આટલા કરોડના ખર્ચે બનશે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ